/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Wrestlers-Protest2.jpg)
વિરોધ કરી રહેલા પહેલવાનો હરિદ્વાર પહોંચ્યા (Photo: Nihal Koshie)
Wrestlers Protest : કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે રેસલર્સના પ્રદર્શન હજુ ખતમ થયા નથી. બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે વિરોધ કરી રહેલા તમામ પહેલવાન આજે ગંગામાં પોત-પોતાના મેડલ્સ પધરાવી દેશે અને આ પછી તે ઈન્ડિયા ગેટ પર અનિશ્ચિત કાળના ઉપવાસ શરૂ કરશે. મેડલ પધરાવવા માટે પહેલવાન હરિદ્વાર પહોંચ્યા હતા. જોકે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ખેડૂત નેતા નરેશ ટિકૈતે રેસલર્સને મેડલ્સને ગંગામાં પધરાવવાથી રોકી દીધા છે. નરેશ ટિકૈતે રેસલર્સને સમજાવી મેડલ્સ પોતાની પાસે લઇ લીધા છે અને સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. પહેલવાન અને તેમના સમર્થકો લગભગ દોઢ કલાક હર કી પૌડી પર બેસી રહ્યા હતા. નરેન્દ્ર ટિકૈતે તેમને સમજાવ્યા હતા. તેમણે પહેલવાનોને કહ્યું કે તે પોતાના મેડલ્સ ગંગા નદીમાં ના પધરાવે. આ પછી પહેલવાનોએ કહ્યું કે જો પાંચ દિવસની અંદર ન્યાય મળશે તો તે પોતાના મેડલ્સ ગંગા નદીમાં પધરાવશે નહીં.
વિનેશ અને બજરંગે ટ્વિટ કર્યું
જાણકારી પ્રમાણે વિરોધ કરી રહેલા તમામ પહેલવાનો આજે સાંજે હરિદ્વાર જશે અને ગંગામાં પોતાના મેડલ પધરાવી દેશે. આ પછી રેસલર્સ ઈન્ડિયા ગેટ પર ટૂંક સમયમાં અચોક્કસ મુદતની ભૂખ હડતાલ શરુ કરવાની યોજના ધરાવે છે. બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે પોત-પોતાના ટ્વિટમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે ઇન્ડિયા ગેટ આપણા શહીદોનું સ્મારક છે, તેથી અમે પણ ત્યાં અમારા જીવનનું બલિદાન આપીશું. આ પહેલાં અમે અમારા મેડલ્સ ગંગામાં પ્રવાહિત કરી દઇશું.
Discussion between wrestlers holding medals in their hand in for an hour. Devotees chanting on the banks of the Ganga.
📽️ @nkoshiepic.twitter.com/jbLGoz3GbF— Express Sports (@IExpressSports) May 30, 2023
આ પણ વાંચો - દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી કુસ્તીબાજોના તંબુ હટાવ્યા, બજરંગ પુનિયાએ કહ્યું લોકશાહીની થઈ રહી છે હત્યા
પ્રદર્શન કરી રહેલા રેસલર્સે કહ્યું - મેડલ વિના જીવવાનો કોઈ અર્થ નથી
વિનેશ અને બજરંગે ટ્વિટમાં કહ્યું કે અમને હવે આ મેડલ્સ જોતા નથી, અમે તેને ગંગામાં પ્રવાહિત કરી દઇશું. આ મેડલ્સ અમારું જીવન અને અમારી આત્મા છે, ગંગામાં વહી ગયા પછી અમારા જીવવાનો કોઈ અર્થ નથી. તેથી મેડલ્સ ગંગામાં પ્રવાહિત થઇ ગયા પછી અમે ઇન્ડિયા ગેટ પર અનિશ્ચિત ઉપવાસ પર બેસીશું. વિનેશ અને બજરંગે ટ્વિટમાં વધુમાં જણાવ્યું હતું કે અમે હંમેશા આ દેશના આભારી રહીશું.
— Vinesh Phogat (@Phogat_Vinesh) May 30, 2023
રવિવારે જંતર-મંતર પરથી કુસ્તીબાજોને હટાવવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાનોના પ્રદર્શન અત્યાર સુધી જંતર મંતર પર ચાલી રહ્યા હતા. પરંતુ રવિવારે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ મહાપંચાયત સન્માન હેઠળ જંતર-મંતરથી નવા સંસદ ભવન સુધી કૂચ કરવાની જાહેરાત કરી હતી. જોકે દિલ્હી પોલીસે ત્યાં જતા પહેલા કુસ્તીબાજોની અટકાયત કરી હતી. આ દરમિયાન પહેલવાનો સાથે ધક્કામુક્કીની પણ ઘટના બની હતી. આ પછી જંતર-મંતર પર રેસલર્સનું આંદોલમ ખતમ કરી દીધું હતું. આ પછી સાક્ષી મલિકે ટ્વિટ કરીને કહ્યું હતું કે હજુ તેમનું આંદોલન પૂરું થયું નથી, અમે અમારી આગામી યોજનાની જાહેરાત ટૂંક સમયમાં કરીશું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us