બ્રિજ ભૂષણ શરણ સિંહને વચગાળાના જામીન, હવે આગામી સુનાવણી 20 જુલાઈએ થશે

Wrestlers sexual harassment case : છ મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે, દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ સામે ચાર્જશીટ દાખલ કરી હતી

Written by Ashish Goyal
July 18, 2023 16:16 IST
બ્રિજ ભૂષણ શરણ સિંહને વચગાળાના જામીન, હવે આગામી સુનાવણી 20 જુલાઈએ થશે
બ્રિજ ભૂષણ શરણ સિંહને રેસલર્સના જાતીય સતામણી કેસમાં નિયમિત જામીન આપ્યા (ફાઇલ ફોટો)

Wrestlers sexual harassment case: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી રાહત મળી છે. સમન્સ મળ્યા બાદ મંગળવારે (18 જુલાઈ) કોર્ટમાં હાજર થયેલા બ્રિજ ભૂષણ શરણ સિંહને 25 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર વચગાળાના જામીન મળી ગયા છે. આ કેસમાં આગામી સુનાવણી 20 જુલાઈએ થશે. કોર્ટે બ્રિજ ભૂષણ ઉપરાંત ડબલ્યુએફઆઇના સસ્પેન્ડેડ સેક્રેટરી વિનોદ તોમરને પણ ગુરુવાર સુધી વચગાળાના જામીન આપ્યા હતા.

બ્રિજ ભૂષણના વકીલે મીડિયા ટ્રાયલનો આરોપ લગાવ્યો

બ્રિજ ભૂષણ સિંહના વકીલે મીડિયા ટ્રાયલનો આરોપ લગાવ્યો હતો. આના પર એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે કહ્યું કે તેઓ હાઈકોર્ટ અથવા ટ્રાયલ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી શકે છે. કોર્ટ અરજી પર યોગ્ય આદેશો પસાર કરશે. જોકે વકીલે આ અંગે કોઇ અરજી કરી ન હતી.

વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત દેશના કેટલાક ટોચના કુસ્તીબાજોએ ડબ્લ્યુએફઆઈના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે જંતર-મંતર ખાતે ધરણા કર્યા હતા. છ મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ સિંહ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં તેના પર ઘણી કલમો લગાવવામાં આવી હતી.

આ પણ વાંચો – વિનોદ તોમર જાતિય સતામણીમાં બ્રિજ ભૂષણ સિંહને સાથ આપતો, ચાર્જશીટમાં દાવો- જાણીજોઈને મહિલા પહેલવાનોને એકલામાં મળતો

બ્રિજ ભૂષણ કોર્ટમાં જવા માટે તૈયાર હતા

કોર્ટમાંથી સમન્સ મળ્યા બાદ બ્રિજ ભૂષણ સિંહે કહ્યું હતું કે તેઓ કોર્ટમાંથી જામીન માંગશે. અગાઉ પણ જ્યારે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ કોઇનાથી ડરતા ન હોવાથી તેઓ કોર્ટમાં જશે. 7 જુલાઈએ કોર્ટે બ્રિજ ભૂષણ સિંહ તેમજ વિનોદ તોમરને 18 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

બ્રિજ ભૂષણ સિંહ સામે છ કુસ્તીબાજોએ ઉત્પીડનના આરોપને લઇને ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે સગીરા કેસમાં બ્રિજ ભૂષણને ક્લિનચીટ આપવાની વાત કહી હતી. તેમના પર ભારતીય દંડ સંહિતાની કલમ 506 (ગુનાહિત ધાકધમકી), 354 (મહિલાની શીલતા ભંગ કરવી), 354એ (જાતીય સતામણી) અને 354 ડી (પીછો કરવો) હેઠળ આરોપ નક્કી કરાયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ