વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ત્રીજી સિઝન 2023-25 ફાઇનલ મેચ જૂન 2025 માં લંડન સ્થિત લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાશે. WTC 2023-25 સિઝનમાં કૂલ 27 ટેસ્ટ સિરીઝ થવાની છે. જેમાં 21 ઓગસ્ટ 2024 સુધી માત્ર 13 સિરીઝ રમાઇ છે અને હજુ ઘણી મેચ રમવાની બાકી છે. પરંતુ હાલની સ્થિતિએ ભારત અને ઓસ્ટ્રેલિયા શીર્ષ સ્થાન પર છે. જે જોતાં ફરી એકવાર ભારત વિ ઓસ્ટ્રેલિયા જંગ થવાની શક્યતાઓ પ્રબળ બની છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા ડબલ્યુટીસી ફાઇનલ માટે પ્રબળ દાવેદાર છે પરંતુ હજુ ઘણી મેચ બાકી છે જે જોતાં પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, શ્રીલંકા સહિત અન્ય ટીમ માટે પણ લોર્ડ્સ સુધી પહોંચવાની તક છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે દરેક દેશ પોઇન્ટ ટેબલમાં કયા સ્થાન પર છે અને ફાઇનલ સુધી પહોંતવા કેવી પરિસ્થિતિ છે એ અહીં જાણીએ.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલ ગણતરી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 સિઝન ચાલી રહી છે. 58.52 પોઇન્ટ સાથે ભારત પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. અહીં પોઇન્ટની ગણતરી કેવી રીતે થાય છે આવો જાણીએ. દરેક ટેસ્ટ મેચ જીત સાથે ટીમને 12 પોઇન્ટ મળે છે જ્યારે મેચ ડ્રો થાય તો 4 પોઇન્ટ આપવામાં આવે છે. ઓવર રેટ ઉપર પણ ધ્યાન રાખવું જરુરી છે. જેનાથી પોઇન્ટ ઓછા થઇ શકે છે.
WTC 2025 પોઇન્ટ ટેબલ
- ભારત 68.52 પોઇન્ટ
- ઓસ્ટ્રેલિયા 62.50 પોઇન્ટ
- ન્યૂઝીલેન્ડ 50.00 પોઇન્ટ
- શ્રીલંકા 50.00 પોઇન્ટ
- દક્ષિણ આફ્રિકા 38.89 પોઇન્ટ
- પાકિસ્તાન 36.66 પોઇન્ટ
- ઇંગ્લેન્ડ 36.54 પોઇન્ટ
- બાંગ્લાદેશ 25 પોઇન્ટ
- વેસ્ટ ઇન્ડિઝ 18.52 પોઇન્ટ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલ પર ભારત શીર્ષ સ્થાને છે. ભારત ક્રિકેટ ટીમ અત્યાર સુધી રમાયેલ મેચ સાથે 68.52 પોઇન્ટ સાથે ટોચ પર છે. રોહિત શર્માની ટીમ ઇન્ડિયા નવેમ્બર માસમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસે જનાર છે. એ પૂર્વે ભારત બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે પાંચ ટેસ્ટ મેચ રમશે.





