WTC Final: છેલ્લા 10 વર્ષમાં ICC ની ફાઇનલમાં રોહિત શર્મા રહ્યો છે સાવ ફ્લોપ, શું આ વખતે ફટકારી શકશે રન?

WTC Final: રોહિત શર્મા આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉ છેલ્લા 10 વર્ષમાં ચાર વખત આઇસીસી ટૂર્નામેન્ટની ફાઈનલમાં રમી ચૂક્યો છે અને દર વખતે તે તેની ક્ષમતા પ્રમાણે રન ફટકારી શક્યો નથી

Written by Ashish Goyal
June 04, 2023 23:26 IST
WTC Final: છેલ્લા 10 વર્ષમાં ICC ની ફાઇનલમાં રોહિત શર્મા રહ્યો છે સાવ ફ્લોપ, શું આ વખતે ફટકારી શકશે રન?
રોહિત શર્મા (BCCI/Twitter)

WTC Final 2023 Ind vs Aus: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કેપ્ટન રોહિત શર્માનું તાજેતરનું ફોર્મ ટીમ ઇન્ડિયા માટે મોટી ચિંતાનો વિષય બની રહેશે. આઈપીએલ 2023માં રોહિત શર્મા કેટલીક મેચોને બાદ કરી દેવામાં આવે તો સાવ ફ્લોપ રહ્યો હતો. ઘણી મેચોમાં સારી શરૂઆત કરી હતી પરંતુ તે લાંબી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. જોકે હવે તક પણ અલગ છે, માહોલ પણ અલગ છે અને બોલનો રંગ પણ બદલાઇ ગયો છે. જોકે રોહિત શર્મા માટે તો પરિસ્થિતિ એ જ છે કે તેણે ટીમ માટે ઓપનિંગ કરીને સારી શરૂઆત અપાવવાની છે.

જો રોહિત શર્મા ટીમને સારી શરુઆત અપાવી શકશે તો અન્ય ખેલાડીઓ માટે કામ આસાન બની જશે પણ જો તે આમ નહીં કરી શકે તો પાછળ આવતા ખેલાડીઓ પર દબાણ રહેશે. રોહિત શર્માની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં આઇસીસીની કોઇ ઇવેન્ટની ફાઇનલમાં તે ઝળકી શક્યો નથી. રોહિત શર્મા આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉ ચાર વખત આઇસીસી ટૂર્નામેન્ટની ફાઈનલમાં રમી ચૂક્યો છે અને દર વખતે તે તેની ક્ષમતા પ્રમાણે રન ફટકારી શક્યો નથી.

આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ : આ 5 ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરશે તો 10 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટમાં ભારત ચેમ્પિયન બનશે

રોહિત શર્માએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં 14 બોલનો સામનો કરીને માત્ર 9 રન બનાવ્યા હતા. આ પછી તે 2014માં રમાયેલી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં 26 બોલમાં 29 રન કરીને આઉટ થયો હતો. 2017માં પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં તેણે ત્રણ બોલનો સામનો કર્યો હતો અને ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

આ પછી વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં તેણે પ્રથમ ઈનિંગમાં 34 અને બીજી ઈનિંગમાં 30 રન ફટકાર્યા હતા. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી ફાઈનલ 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે રમાવાની છે. જ્યાં હિટમેન કોઈ મોટી ઈનિંગ્સ રમે અને તેનો ફાયદો ટીમને મળશે તેવી આશા રાખવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ