WTC Final 2025, AUS vs SA : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, પ્રથમ દિવસ બોલરોના નામે, કુલ 14 વિકેટો પડી

WTC Final 2025, Australia vs South Africa : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયા 212 રનમાં ઓલઆઉટ. દક્ષિણ આફ્રિકાએ 43 રનમાં 4 વિકેટ ગુમાવી. બ્યુ વેબસ્ટરના 72 રન, સ્ટિવ સ્મિથના 66 રન. રબાડાની 5 વિકેટ

WTC Final 2025, Australia vs South Africa : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયા 212 રનમાં ઓલઆઉટ. દક્ષિણ આફ્રિકાએ 43 રનમાં 4 વિકેટ ગુમાવી. બ્યુ વેબસ્ટરના 72 રન, સ્ટિવ સ્મિથના 66 રન. રબાડાની 5 વિકેટ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
WTC Final 2025 SA vs AUS Live, WTC Final 2025, SA vs AUS Live

WTC Final 2025, AUS vs SA : ર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ ઑસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા મેચ

Australia vs South Africa Match, WTC Final 2025, AUS vs SA Score: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો પ્રથમ દિવસ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના બોલરોના નામે રહ્યો છે. પ્રથમ દિવસે કુલ 14 વિકેટો પડી છે. પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયા 56.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં પ્રથમ દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 22 ઓવરમાં 4 વિકેટે 43 રન બનાવી લીધા છે. બાવુમા અને ડેવિડ બેડિંગહામ રમતમાં છે. દક્ષિણ આફ્રિકા 169 રન પાછળ છે અને તેની 6 વિકેટો બાકી છે.

Advertisment

ઓસ્ટ્રેલિયા તરફથી બ્યુ વેબસ્ટર સૌથી વધારે 72 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટિવ સ્મિથે 66 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી રબાડાએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી રિકલ્ટને સૌથી વધારે 16 રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્કે 2 વિકેટ ઝડપી છે.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઉસ્માન ખ્વાજા 20 બોલમાં ખાતું ખોલાયા વિના અને કેમરોન ગ્રીન 4 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી અને 16 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. લાબુશેન (17) અને ટ્રેવિસ હેડ પણ જલ્દી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા લંચ સુધીમાં 67 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

સ્ટિવ સ્મિથ અને વેબસ્ટરની અડધી સદી

આ પછી સ્મિથે 76 બોલમાં 9 ફોર સાથે અડધી સદી ફટકારીને બાજી સંભાળી હતી. વેબસ્ટરે તેને સારો સાથ આપ્યો હતો. સ્મિથ 112 બોલમાં 10 ફોર સાથે 66 રન બનાવી માર્કરામનો શિકાર બન્યો હતો. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 79 રનની ભાગીદારી નોંધાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ 146 રને પાંચમી વિકેટ ગુમાવી હતી. બ્યુ વેબસ્ટર શાનદાર બેટિંગ કરતા 69 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી હતી. વેબસ્ટર 72 રને આઉટ થયા પછી ટીમનો રકાસ થયો હતો. ઓસ્ટ્રેલિયા 56.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. રબાડાએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ઓસ્ટ્રેલિયા : ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), નાથન લિયોન, જોશ હેઝલવુડ.

સાઉથ આફ્રિકા : રેયાન રિકલ્ટન, એઇડન માર્કરામ, વાઇઆન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગહામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન (વિકેટકીપર), માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ