WTC Final 2025, AUS vs SA : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, માર્કરામની સદી, દક્ષિણ આફ્રિકા જીતથી 69 રન દૂર

Australia vs South Africa, WTC Final 2025 Day 3 : ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે આપેલા 282 રનના પડકાર સામે દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસના અંતે 2 વિકેટે 213 રન બનાવી લીધા છે. એડન માર્કરામ 102 અને ટેમ્બા બાવુમા 65 રમતમાં છે

Australia vs South Africa, WTC Final 2025 Day 3 : ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે આપેલા 282 રનના પડકાર સામે દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસના અંતે 2 વિકેટે 213 રન બનાવી લીધા છે. એડન માર્કરામ 102 અને ટેમ્બા બાવુમા 65 રમતમાં છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
WTC Final 2025, AUS vs SA, Australia vs South Africa

WTC Final 2025, AUS vs SA : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, દક્ષિણ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા

Australia vs South Africa, WTC Final 2025 Day 3, AUS vs SA Scorecard: એડન માર્કરામની અણનમ સદી (102) અને ટેમ્બા બાવુમા (65)ની અણનમ અડધી સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પકડ મજબૂત બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે આપેલા 282 રનના પડકાર સામે દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસના અંતે 2 વિકેટે 213 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકાને જીત માટે 69 રનની જરૂર છે અને તેની 8 વિકેટો બાકી છે. એડન માર્કરામ 102 અને ટેમ્બા બાવુમા 65 રમતમાં છે.

Advertisment

દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી અને રિયાન રિકલ્ટન 6 રને આઉટ થયો હતો. મુલ્ડર પણ 27 રને સ્ટાર્કનો શિકાર બન્યો હતો. આ પછી માર્કરામ અને કેપ્ટન બાવુમાએ બાજી સંભાળી હતી. બન્નેએ ત્રીજી વિકેટ માટે 143 રનની અતૂટ ભાગીદારી નોંધાવી છે.

ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં 207 રનમાં ઓલઆઉટ

બીજી દાવમાં રબાડાએ ઓપનર ઉસ્માન ખ્વાજાને માત્ર 6 રનમાં પેવેલિયન ભેગો કર્યો હતો. આ પછી કેમેરોન ગ્રીનને શૂન્ય રને આઉટ કર્યો થયો. જાન્સને માર્નસ લાબુશેન (22) ને સસ્તામાં આઉટ કર્યો હતો. આ પછી એનગિડીએ સ્ટીવ સ્મિથ (13), ટ્રેવિસ હેડ (9) અને કેપ્ટન પેટ કમિન્સ (6)ને પણ સસ્તામાં આઉટ કર્યા હતા. આ પછી એલેક્સ કેરીએ 43 રન અને મિચેલ સ્ટાર્કે અણનમ 58 રન બનાવીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. આ સિવાય જોશ હેઝલવુડે 17 રન ફટકાર્યા હતા. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 207 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી.

રબાડાની 4 વિકેટ

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડા (4 વિકેટ) અને લુંગી એનગિડી (3 વિકેટ)એ શાનદાર બોલિંગ કરી કાંગારૂઓને બેકફૂટ પર ધકેલી દીધા હતા. જાન્સેન, મુલ્ડર અને માર્કરામે 1-1 વિકેટ ઝડપી હતી.

Advertisment

અમદાવાદ પ્લેન ક્રેશ- ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને ઉતર્યા

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુ:ખદ ઘટના બાદ ક્રિકેટ જગતે પણ પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. લોર્ડ્સમાં ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા અને એક મિનિટનું મૌન પાળ્યું હતું.

આ પણ વાંચો - ઇંગ્લેન્ડમાં શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, શું કોહલીની આગળ નીકળી શકશે ‘પ્રિન્સ’

બન્ને ટીમો આ પ્રમાણે છે

ઓસ્ટ્રેલિયા : ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), નાથન લિયોન, જોશ હેઝલવુડ.

સાઉથ આફ્રિકા : રેયાન રિકલ્ટન, એઇડન માર્કરામ, વાઇઆન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગહામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન (વિકેટકીપર), માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ