Australia vs South Africa, WTC Final 2025 Day 4, AUS vs SA Scorecard: દક્ષિણ આફ્રિકા વર્લ્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશિપ જીતી લીધી છે. તેણે ચોકર્સનો ટેગ હટાવીને આઈસીસી ટ્રોફી જીતી છે. એડન માર્કરામની સદી (136) અને ટેમ્બા બાવુમાની અડધી સદી (66) ની મદદથી દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 282 રનના પડકાર સામે દક્ષિણ આફ્રિકાએ ચોથા દિવસે 83.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 282 રન બનાવી લીધા હતા.
દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા સફળ રહ્યું છે. દક્ષિણ આફ્રિકા 27 વર્ષ પછી આઈસીસી ટ્રોફી જીતવા સફળ રહ્યું છે. છેલ્લે 1998માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
માર્કરામના 136 રન
દક્ષિણ આફ્રિકાએ ચોથા દિવસની શરૂઆત 2 વિકેટે 213 રનથી કરી હતી. ટેમ્બા બાવુમા 134 બોલમાં 5 ફોર સાથે 66 રને કમિન્સનો શિકાર બન્યો હતો. બાવુમા અને માર્કરામે ત્રીજી વિકેટ માટે 147 રનની ભાગીદારી નોંધાવી હતી. સ્ટબ્સ 8 રને આઉટ થયો હતો. જોકે માર્કરામે એક છેડો સાચવી રાખ્યો હતો. માર્કરામ લડાયક બેટિંગ કરતા 207 બોલમાં 14 ફોર સાથે 136 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાને 282 રનનો પડકાર
બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 207 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. જેથી દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 282 રનનો પડકાર મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધારે અણનમ 58 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ 4 વિકેટ અને લુંગી એનગિડીએ 3 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – ઇંગ્લેન્ડમાં શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, શું કોહલીની આગળ નીકળી શકશે ‘પ્રિન્સ’
બન્ને ટીમો આ પ્રમાણે છે
ઓસ્ટ્રેલિયા : ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), નાથન લિયોન, જોશ હેઝલવુડ.
સાઉથ આફ્રિકા : રેયાન રિકલ્ટન, એઇડન માર્કરામ, વાઇઆન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગહામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન (વિકેટકીપર), માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી.