/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/IND-vs-AUS.jpg)
લંડનમાં વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપ 2023 પહેલા કેપ્ટનની ફોટો ઈવેન્ટ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇંગ્લેન્ડના ઓવેલમાં રમાઇ રહેલી WTC ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં છે. બીજા દાવમાં 8 વિકેટ પર 270 રન બનાવી દાવ ડિકલેર કરી ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 444 રનનું લક્ષ્ય આપ્યું છે. ભારત માટે જીતવાની પણ તક છે અને હારનું સંકટ પણ છે. આ સ્થિતિ વચ્ચે ભારતે ચોથા દિવસના અંતે ત્રણ વિકેટ ગુમાવી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનું પલ્લુ ભારે દેખાઇ રહ્યું છે. પ્રથમ દાવમાં મજબૂત સ્કોર ખડો કર્યા બાદ ભારતને 296 રનમાં ઓલ આઉટ કર્યું હતું. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે 270 રન પર દાવ ડિકલેર કર્યો. જવાબમાં ભારતે ચોથા દિવસના અંત સુધી 164 રન બનાવ્યા છે.
Stumps called with Kohli, Rahane keeping India in the hunt! 👊
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0rpic.twitter.com/Z9yMlvCLYA— ICC (@ICC) June 10, 2023
જોકે ભારતે મહત્વની ત્રણ વિકેટ રોહિત શર્મા, શુભમન ગિલ અને પુજારાની વિકેટ ગુમાવી દીધી છે. ભારતે જીત માટે હજુ 280 રનની જરૂર છે. ભારત માટે પાંચમો દિવસ મહત્વનો બની રહેશે.
ભારતે બીજા દાવમાં રોહિત શર્મા અને શુભમન ગિલે સારી શરૂઆત કરી હતી. જોકે શુભમન ગિલ 18 રન બનાવી સ્કોટ બોઇન્ડના બોલ પર આઉટ થયો હતો. કેમરૂને કરેલો કેચ વિવાદીત રહ્યો પરંતુ એમ્પાયરે આઉટ આપતાં ભારતને મોટો ઝટકો લાગ્યો. રોહિત શર્મા 43 રન બનાવી નેથન લાયનના બોલ પર લેગ બિફોર થયો.
જોકે ત્યાર બાદ ચેતેશ્વર પુજારા પણ પેટ કમિન્સના બોલ પર વિકેટ પાછળ એલેક્ષ કેરીના હાથમાં ઝીલાઇ ગયો. બાદમાં વિરાટ કોહલી અને અંજિક્ય રહાણે એ બાજી સંભાળી અને દિવસના અંત સુધી ભારતને 164 રન પર પહોંચાડ્યું છે. વિરાટ કોહલી 44 રન અને રહાણે 20 રન પર રમતમાં છે.
ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 270 રન પર દાવ ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટ ગુમાવી હતી. જેમાં રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે બે બે અને મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us