WTC Final : રોહિત શર્માનું ICC નોકઆઉટમાં ખરાબ પ્રદર્શન યથાવત્, 16 ઇનિંગ્સમાં 14માં ફ્લોપ, બે વખત ફટકારી સદી

World Test Championship Final : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની પ્રથમ ઇનિંગ્સમાં રોહિત શર્મા 26 બોલમાં 2 ફોરની મદદથી 15 રન બનાવી પેટ કમિન્સની બોલિંગમાં એલબી આઉટ થયો

Written by Ashish Goyal
June 08, 2023 21:52 IST
WTC Final : રોહિત શર્માનું ICC નોકઆઉટમાં ખરાબ પ્રદર્શન યથાવત્, 16 ઇનિંગ્સમાં 14માં ફ્લોપ, બે વખત ફટકારી સદી
રોહિત શર્મા (BCCI/Twitter)

WTC Final 2023 : આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ ઇનિંગ્સમાં ખૂબ જ નિરાશ કર્યા છે. રોહિત શર્મા પાસેથી આશા હતી કે તે ટીમને સારી શરૂઆત અપાવશે પરંતુ તે સારી ઇનિંગ્સ રમી શક્યો નથી. રોહિત શર્મા 26 બોલમાં 2 ફોરની મદદથી 15 રન બનાવી પેટ કમિન્સની બોલિંગમાં એલબી આઉટ થયો હતો. એટલે કે ફરી એકવાર તે આઈસીસી નોકઆઉટ મેચમાં સારું પ્રદર્શન કરવાથી ચૂકી ગયો છે.

આઈસીસી નોકઆઉટમાં રોહિત શર્માનું કંગાળ પ્રદર્શન

રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં આઇસીસી નોકઆઉટમાં રમેલી 16 ઇનિંગ્સમાંથી અત્યાર સુધીમાં 14 વખત સારો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો છે. જોકે તેણે બે ઈનિંગ્સમાં સદી ફટકારી છે, જેમાં વન ડે વર્લ્ડ કપ 2015માં બાંગ્લાદેશ સામે 137 રન અને ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં બાંગ્લાદેશ સામે અણનમ 123 રન ફટકાર્યા હતા. આ સિવાય તે આઇસીસી નોકઆઉટ મેચોમાં સાવ ફ્લોપ રહ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની પ્રથમ ઈનિંગ્સમાં પણ કંગાળ ફોર્મ યથાવત્ રહ્યું છે.

આ પણ વાંચો – રિંકુ સિંહના શર્ટલેશ ફોટો પર તેની જ ટીમના કેપ્ટનની પત્નીએ લુટાવ્યો પ્રેમ, ઇન્સ્ટા સ્ટોરી પર લગાવી ચુકી છે ફોટો

આઈસીસીના નોકઆઉટમાં રોહિત શર્માની ઈનિંગ્સ

8* રન – વિ. ઓસ્ટ્રેલિયા (ટી20 વર્લ્ડ કપ 2007)30* રન – વિ. પાકિસ્તાન (ટી20 વર્લ્ડ કપ 200733 રન – વિ. શ્રીલંકા (ચેમ્પિયન્સ ટ્રોફી 2013)9 રન – વિ. ઇંગ્લેન્ડ (ચેમ્પિયન્સ ટ્રોફી 2013)24 રન – વિ. દક્ષિણ આફ્રિકા (ટી20 વર્લ્ડ કપ 2014)29 રન – વિ. શ્રીલંકા (ટી -20 વર્લ્ડ કપ 2014)137 રન – વિ. બાંગ્લાદેશ (વન-ડે વર્લ્ડ કપ 2015)34 રન – વિ. ઓસ્ટ્રેલિયા (વન-ડે વર્લ્ડ કપ 2015)43 રન – વિ. વેસ્ટ ઇન્ડીઝ (ટી -20 વર્લ્ડ કપ 2016)123* રન – વિ. બાંગ્લાદેશ(ચેમ્પિયન્સ ટ્રોફી 2017)00 રન – વિ. પાકિસ્તાન (ચેમ્પિયન્સ ટ્રોફી 2017)1 રન – વિ. ન્યૂઝીલેન્ડ (વન-ડે વર્લ્ડ કપ 2019)34 રન – વિ. ન્યૂઝીલેન્ડ (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2021)30 રન – વિ. ન્યૂઝીલેન્ડ (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2021)27 રન – વિ. ઇંગ્લેન્ડ (ટી -20 વર્લ્ડ કપ 2020)15 રન – વિ. ઓસ્ટ્રેલિયા (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2023)

રોહિત શર્મા તેની ક્રિકેટ કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા સામે છઠ્ઠી આઇસીસી ફાઇનલ મેચ રમી રહ્યો છે. પરંતુ પ્રથમ ઇનિંગ્સમાં તે હંમેશાની જેમ રન બનાવવામાં સફળ રહ્યો નથી. આ અગાઉ તે પાંચ આઇસીસી ફાઇનલ મેચ રમી ચૂક્યો છે પરંતુ તે એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી.

આઈસીસી ફાઈનલમાં રોહિત શર્માનું પ્રદર્શન

2007 ટી 20 વર્લ્ડ કપ – 30* રન (16 બોલ)2013 ચેમ્પિયન્સ ટ્રોફી – 9 રન (14 બોલ)2014 ટી 20 વર્લ્ડ કપ – 29 રન (26 બોલ)2017 ચેમ્પિયન્સ ટ્રોફી – 0 રન (3 બોલ)2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ – 34 રન (પ્રથમ દાવ) અને 30 રન (બીજો દાવ)2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ – 15 રન (પ્રથમ દાવ)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ