WTC Points Table, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ઓવલ ટેસ્ટ મેચમાં શુભમન ગિલની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. ઈંગ્લેન્ડને જીતવા માટે છેલ્લા દિવસે 35 રન કરવાના હતા, પરંતુ ભારતે ઈંગ્લિશ ટીમને 29 રન જ કરવા દીધા હતા. ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ બીજી ઈનિંગમાં ટીમ 367 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતે મેચ જીતી લીધી હતી.
આ જીત સાથે જ ભારતે શ્રેણીમાં 2-2થી બરાબરી કરી લીધી હતી. આ સિવાય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના પોઇન્ટ ટેબલમાં પણ ઇંગ્લેન્ડને પાછળ રાખી આગળ નીકળી ગયું છે. ઈંગ્લેન્ડને હરાવ્યા પહેલા ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા ચોથા સ્થાન પર હતી, જે ત્રીજા નંબરે આવી ગઇ છે. ઈંગ્લેન્ડની ટીમ ત્રીજા નંબર પર હતી, જે ચોથા નંબર આવી ગઇ છે.
ભારતીય ટીમને ફાયદો થયો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના ચક્રમાં ભારત અત્યાર સુધીમાં 5 મેચ રમ્યું છે, જેમાં 2 મેચમાં જીત મેળવી છે અને બે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે અને એક મેચ ડ્રો રહી છે. ભારતના હવે 28 પોઇન્ટ થઇ ગયા છે, જ્યારે તેની જીતની ટકાવારી વધીને 46.67 થઇ ગઇ છે અને ટીમ ત્રીજા સ્થાને આવી ગઇ છે.
આ પણ વાંચો – ભારતે ઓવલમાં વિજયી ધ્વજ લહેરાવ્યો, ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ઇતિહાસમાં આવી ઘટના પ્રથમ વખત બની
ઈંગ્લેન્ડની વાત કરીએ તો આ ટીમે અત્યાર સુધી રમાયેલી 5 મેચમાંથી 2માં જીત મેળવી છે, 2 મેચમાં પરાજય થયોછે અને એક મેચ ડ્રો રહી છે. ઈંગ્લેન્ડના હવે કુલ 26 પોઈન્ટ અને જીતની ટકાવારી 43.33 થઈ ગઈ છે. આ ટીમ હવે ચોથા સ્થાને આવી ગઈ છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટટેબલ 2025-2027
ટીમ મેચ વિજય પરાજય ડ્રો પોઇન્ટ જીતની ટકાવારી ઓસ્ટ્રેલિયા 3 3 0 0 36 100 શ્રીલંકા 2 1 0 1 16 66.67 ભારત 5 2 2 1 28 46.67 ઇંગ્લેન્ડ 5 2 2 1 26 43.33 બાંગ્લાદેશ 2 0 1 1 4 16.67 વેસ્ટ ઇન્ડીઝ 3 0 3 0 0 0 ન્યૂઝીલેન્ડ – – – – – – પાકિસ્તાન – – – – – – દક્ષિણ આફ્રિકા – – – – – –
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને
અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની ટીમ આ ટેબલમાં પ્રથમ સ્થાને છે. તે 3 ટેસ્ટ રમ્યું છે અને ત્રણેયમાં જીત સાથે ટીમના 36 પોઇન્ટ છે. જ્યારે જીતની ટકાવારી 100 છે. શ્રીલંકા બીજા સ્થાને છે, જેણે બે મેચ રમ્યું છે. જેમાં એક મેચ જીત મેળવી છે અને મેચ ડ્રો રહી છે. આ ટીમના 16 પોઇન્ટ અને જીતની ટકાવારી 66.67 છે. બાંગ્લાદેશ હાલમાં પાંચમા નંબર પર છે જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમ છઠ્ઠા નંબર પર છે.