વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલ: ન્યૂઝીલેન્ડની હાલત ખરાબ, શ્રીલંકા ત્રીજા નંબરે પહોંચ્યું, ભારતની શું છે સ્થિતિ

WTC Points Table : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં બાંગ્લાદેશ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં મળેલી જીતથી ભારતની સ્થિતિ મજબૂત બની છે. બીજી તરફ શ્રીલંકાએ પણ ન્યૂઝીલેન્ડને હરાવી આગેકૂચ કરી છે

Written by Ashish Goyal
September 23, 2024 14:46 IST
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલ: ન્યૂઝીલેન્ડની હાલત ખરાબ, શ્રીલંકા ત્રીજા નંબરે પહોંચ્યું, ભારતની શું છે સ્થિતિ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ફાઇલ ફોટો)

WTC Points Table : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં બાંગ્લાદેશ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં મળેલી જીતથી ભારતની સ્થિતિ મજબૂત બની છે. ઓસ્ટ્રેલિયા અને તેની વચ્ચેનું અંતર વધી ગયું છે. આ દરમિયાન શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજા સ્થાને પહોંચી ગઈ હતી. પ્રથમ ડબલ્યુટીસી ટાઇટલ જીતનાર ન્યૂઝીલેન્ડની હાલત ખરાબ છે. ન્યૂઝીલેન્ડે 2021માં ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. તેણે આઇસીસી ફાઇનલમાં ભારતને બે વાર હરાવ્યું છે. 1999માં તેણે આઇસીસી નોકઆઉટ ટ્રોફીમાં ભારતને હરાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડનો માર્ગ એટલા માટે પણ મુશ્કેલ છે કારણ કે તેને શ્રીલંકા પછી ભારતમાં અને પછી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. તે ચોથા નંબર પર પહોંચી ગયું છે. આ જીત બાદ શ્રીલંકાના પોઇન્ટની ટકાવારી (પીસીટી) આઠ ટેસ્ટમાંથી 50 પોઇન્ટ થઇ ગયા છે. હાલમાં ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેઓ ચાર મેચ જીતી ચૂક્યા છે અને તેટલી જ મેચો હારી ચૂક્યા છે. ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાથી પાછળ છે.

ભારત ફાઇનલમાં પહોંચવા પ્રબળ દાવેદાર

ભારત ડબ્લ્યુટીસી ફાઇનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે. તેને આ સિઝનમાં હજુ 9 ટેસ્ટ રમવાની બાકી છે. તેમાં 4 મેચમાં જીત જરૂરી છે. બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે આવશે. આ પછી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમશે.

આ પણ વાંચો – સચિન તેંડુલકરે 200 ટેસ્ટમા જે રેકોર્ડ બનાવ્યો તેને અશ્વિને 101 મેચમાં જ તોડી નાખ્યો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલ પર એક નજર

ટીમભારતઓસ્ટ્રેલિયાશ્રીલંકાન્યૂઝીલેન્ડઇંગ્લેન્ડબાંગ્લાદેશદક્ષિણ આફ્રિકાપાકિસ્તાનવેસ્ટ ઇન્ડીઝ
મેચ101287167679
જીત784383221
હાર234474356
ડ્રો110010102
ડિમેરિટ પોઇન્ટ21000193080
પોઇન્ટ869048368133281620
પર્સેન્ટાઇલ71.6762.55042.8642.1939.2938.8919.0518.52

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ