Yuvraj Singh : પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ હંમેશા પોતાની મજાકિયા અંદાજ માટે જાણીતો છે. તે પોતાના દિલની વાત ખુલીને બોલે છે. યુવરાજ સિંહે હાલમાં જ પોતાના કરિયરનો આવો જ એક કિસ્સો પોડકાસ્ટમાં શેર કર્યો છે, જે સાંભળીને બધા હસી પડશે. યુવરાજે જણાવ્યું હતું કે કેવી રીતે તેને પોતાની અભિનેત્રી ગર્લફ્રેન્ડના કારણે ગુલાબી ચંપલ પહેરીને એરપોર્ટ જવું પડ્યું હતું.
યુવરાજસિંહે પોડકાસ્ટમાં વાત શેર કરી
યુવરાજ સિંહે કહ્યું કે 2007-08ની બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન તેની સાથે કંઇક એવું થયું જેની તેણે કલ્પના પણ કરી ન હતી. યુવરાજે ક્લબ પરેરી ફાયર પોડકાસ્ટને જણાવ્યું હતું કે તે શ્રેણી દરમિયાન તે બોલિવૂડની એક અભિનેત્રીને ડેટ કરી રહ્યો હતો.
યુવરાજ જ્યારે ઓસ્ટ્રેલિયા ટૂર પર હતો ત્યારે અભિનેત્રી પણ એડિલેડમાં શૂટિંગ કરી રહી હતી. જોકે યુવરાજ તેને મળવા માંગતો ન હતો. યુવરાજે કહ્યું કે મેં તેને કહ્યું કે હું ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છું અને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. તેથી જ હું મળીશ નહીં. તે મારી પાછળ પાછળ કેનબેરા આવી ગઇ હતી. મેં બે ટેસ્ટમાં રન બનાવ્યા ન હતા. પછી મેં તેને કહ્યું કે તે અહીં શું કરી રહી છે. તેણે કહ્યું કે તેણે મારી સાથે સમય પસાર કરવો છે.
અભિનેત્રીએ તમામ સામાન પેક કરી દીધો હતો
યુવરાજે કહ્યું કે બીજા દિવસે અભિનેત્રીએ ઓલરાઉન્ડરનો તમામ સામાન પેક કરી દીધો, જેમાં શુઝનો પણ સામેલ હતા. ત્યારબાદ અભિનેત્રીએ યુવરાજ સિંહને તેના ગુલાબી ચંપલ રંગના ચંપલ પહેરીને ટીમ બસમાં જવા કહ્યું હતું.
આ પણ વાંચો – ગુજરાતના આ ખેલાડીએ 498 રન ફટકાર્યા, 7 સિક્સર અને 86 ફોર ફટકારી, જાણો કોણ છે આ પ્લેયર
યુવરાજ સિંહ પાસે કોઈ વિકલ્પ ન હતો. તે ગુલાબી ચંપલ પહેરીને ટીમ બસમાં ચઢે છે. સાથી ખેલાડીઓ તેને જોઈને તાળીઓ પાડવા લાગ્યા હતા. યુવરાજ સિંહે એરપોર્ટ સુધી આ જ ચપ્પલ પહેર્યા હતા.ત્યાં જઇને તેણે પોતાના માટે નવા ચંપલ ખરીદ્યા હતા. યુવરાજ સિંહે અભિનેત્રીનું નામ તો લીધું ન હતું, પરંતુ તે સમયે તેનું નામ કિમ શર્મા સાથે જોડવામાં આવતું હતું.
2007-2008ની બોર્ડર ગાવસ્કર ટ્રોફી ‘મંકીગેટ’ વિવાદને કારણે ચર્ચામાં રહી હતી
2007-2008ની તે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ‘મંકીગેટ’ વિવાદને કારણે ચર્ચામાં રહી હતી. સિડનીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં હરભજન સિંહ અને એન્ડ્ર્યૂ સાયમંડ વચ્ચે વિવાદ થયો હતો. આ પછી કેપ્ટન રિકી પોન્ટિંગ ગુસ્સે ભરાયો હતો અને તેણે હરભજન સામે અમ્પાયરને ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે હરભજને નસ્લવાદી ટિપ્પણી કરી હતી અને સાયમંડને મંકી કહ્યો હતો.





