/indian-express-gujarati/media/media_files/2026/01/08/yuvraj-singh-on-abhishek-sharma-vs-shubman-gill-2026-01-08-11-45-10.jpg)
યુવરાજ સિંહના બે શિષ્યો: શુભમન ગિલ અને અભિષેક શર્મા કોણ શ્રેષ્ઠ?
સ્પોર્ટ્સ ડેસ્ક | અમદાવાદ: ભારતીય ક્રિકેટના બે સૌથી તેજસ્વી સિતારા, શુભમન ગિલ અને અભિષેક શર્મા અત્યારે વિશ્વ ક્રિકેટમાં ચર્ચાનું કેન્દ્ર છે. આ બંને ખેલાડીઓ ભારતની 2018 ની અંડર-19 વર્લ્ડ કપ બેચના રત્નો છે. જોકે, આ બંને હીરાને પાસા પાડીને તૈયાર કરવાનું કામ ભારતના બે વખતના વર્લ્ડ કપ વિજેતા યુવરાજ સિંહે કર્યું છે. તાજેતરમાં પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન સાથેની વાતચીતમાં યુવીએ આ બંને ખેલાડીઓના સ્વભાવ અને તેમની સફળતા પાછળના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે.
શુભમન ગિલ: બહારથી શાંત પણ અંદરથી જીદ્દી મહેનતુ
યુવરાજ સિંહે ગિલના વખાણ કરતા જણાવ્યું કે તેણે કોવિડના સમયગાળા પહેલા આ બંને યુવાનો સાથે કામ શરૂ કર્યું હતું. યુવીએ કહ્યું, "મેં તે સમયે જ અનુભવી લીધું હતું કે શુભમન ગિલ અન્ય કરતા કંઈક અલગ છે. તે સામાન્ય ક્રિકેટર કરતા 4 ગણી વધુ મહેનત કરે છે.
ગિલમાં સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યારે હું તેને કોઈ ટેકનિકલ ફેરફાર કરવાનું કહું, ત્યારે તે તેને ખૂબ જ સરળતાથી અને હસતા મુખે પોતાની બેટિંગમાં એડપ્ટ કરી લે છે. આજે તે જે પણ મુકામ પર છે, તે તેની આ અથાક મહેનતનું પરિણામ છે."
અભિષેક શર્મા: ટેલેન્ટેડ પણ દલીલો ખૂબ કરે છે
બીજી તરફ, અભિષેક શર્મા વિશે વાત કરતા યુવરાજ થોડો ગંભીર બને છે. યુવીએ સ્વીકાર્યું કે અભિષેકમાં અઢળક પ્રતિભા છે, પરંતુ ઘણીવાર તેમની વચ્ચે મતભેદો થાય છે.
અભિષેક શર્મા ટીમ ઈન્ડિયા ડેબ્યૂ
યુવરાજે અભિષેકને કહ્યું હતું કે જો તું 4 વર્ષ આ 'પ્રોસેસ' ફોલો કરીશ તો તું ભારત માટે રમીશ. અને બરાબર 4 વર્ષ અને 3 મહિનામાં અભિષેકે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરી બતાવ્યું હતું.
યુવી અને અભિષેક વચ્ચે દલીલનું કારણ
યુવરાજ સિંહને અભિષેક શર્માની અત્યારની T20 બેટિંગ શૈલી સામે થોડો વાંધો છે. યુવીએ કહ્યું, "અભિષેક સાથે મારે ઘણી દલીલો થાય છે. આજકાલના છોકરાઓને વિકેટ ગુમાવવાનો ડર જ નથી. તેઓ 150 ની સ્પીડ વાળા બોલર સામે પણ સ્ટેપ-આઉટ કરે છે.
આ પણ વાંચો | ICC રેન્કિંગ : ટેસ્ટમાં શુભમન ગિલ ટોપ-10માં, ટી-20માં અભિષેક નંબર વન
હું તેને સમજાવું છું કે જો તું 3 સિક્સર અને 3 ચોગ્ગા પછી 4 રન સિંગલ-ડબલથી લે, તો પણ સ્કોર તો એટલો જ થશે. મારો વાંધો એ છે કે તે 40 બોલમાં સદી ફટકારવા માંગે છે, 55 બોલમાં નહીં."
ગિલ vs અભિષેક: કોણ લાંબી રેસનો ઘોડો?
યુવરાજ સિંહના મતે, શુભમન ગિલની સાતત્યતા (Consistency) નું કારણ એ છે કે તે ક્રિઝ પર પોતાને 'સમય' આપે છે. જ્યારે અભિષેક શર્માની બેટિંગ સ્ટાઈલ વધુ જોખમી છે.
આ પણ વાંચો | પ્રતિકા રાવલ Grok AI વિવાદ શું છે?
યુવી માને છે કે જો અભિષેક થોડો વધુ ગંભીરતાથી રમશે, તો તે પણ ગિલની જેમ તમામ ફોર્મેટમાં સફળ થઈ શકશે. ગિલ અત્યારે ટીમ ઈન્ડિયાનો વનડે અને ટેસ્ટ કેપ્ટન છે, જે તેની ગંભીરતા અને લીડરશીપ ગુણોને સાબિત કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us