/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/yuzvendra-chahal-dhanashree-verma-1.jpg)
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા છૂટાછેડા થઇ ગયા છે (Photo: Dhanashree/Instagram)
Yuzvendra Chahal Dhanashree Verma Official Divorce : ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા લાંબા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. બંનેના ડિવોર્સના સમાચારને કારણે બંને ઘણા સમયથી ચર્ચામાં છે. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા અલગ થવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં હવે તેઓએ સત્તાવાર રીતે છૂટાછેડા લઈ લીધા છે.
બંનેના લગ્ન 4 વર્ષ અને 3 મહિનાની અંદર જ તૂટી ગયાં
બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને 20 માર્ચે છૂટાછેડાની અરજી પર નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. આવી સ્થિતિમાં હવે કોર્ટે તેમના સંબંધો પર નિર્ણય લીધો છે. ફેમિલિ કોર્ટે બંનેના છૂટાછેડાની અપીલ મંજૂર કરી દીધી છે. આ સાથે બંનેના લગ્ન 4 વર્ષ અને 3 મહિનાની અંદર જ તૂટી ગયાં છે. છૂટાછેડા બાદ સત્તાવાર વકીલની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. આમાં તેમણે આ સંબંધ હવે ખતમ થઇ ગયો હોવાની માહિતી શેર કરી હતી.
આઈપીએલ 2025ની શરૂઆત 22 માર્ચથી થવાની છે જે પછી યુઝવેન્દ્ર ચહલ ઉપલબ્ધ નથી. આ કારણે બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને 20 માર્ચે છૂટાછેડાની અરજી પર નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. આ દંપતીના ચાર વર્ષ જૂના લગ્ન અને સંબંધોનો સત્તાવાર રીતે અંત આવી ગયો છે. બંને એક બીજાથી ઘણા સમયથી અલગ થઈ ગયા હતા. તેઓ સાથે રહેતા ન હતા.
ધનશ્રી અને ચહલ જૂન 2022થી અલગ રહેતા હતા
ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડા અંગેના નિર્ણય બાદ વકીલે મીડિયા સાથે પણ વાત કરી હતી અને સત્તાવાર રીતે તેમના છૂટાછેડાને મંજૂરી આપી હતી. લો વેબસાઈટ બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, ધનશ્રી અને ચહલ જૂન 2022થી અલગ રહે છે.
ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડા અંગેના નિર્ણય બાદ વકીલની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે કહેતા જોઇ શકાય છે કે છૂટાછેડા થઇ ગયા છે અને લગ્ન ખતમ થઇ ગયા છે. વકીલના નિવેદન બાદ લોકોએ આ અંગે ઘણા રિએક્શનો આપ્યા છે.
લોકડાઉનમાં થઇ હતી મુલાકાત, 2020માં લગ્ન કર્યા હતા
લોકડાઉન દરમિયાન યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીની મુલાકાત થઈ હતી. ધનશ્રી વ્યવસાયે કોરિયોગ્રાફર છે. તે સમયે બંને વર્ચ્યુઅલ રીતે મળ્યા હતા. જ્યારે લોકો પોતાના ઘરમાં કેદ હતા ત્યારે ચહલ ઓનલાઈન ડાન્સ ક્લાસમાં જોડાયો. આ દરમિયાન ધનશ્રી વર્મા તેની ડાન્સ ગુરુ બની હતી. અહીં જ પરિચય વધ્યો અને ચહલ તેના પ્રેમમાં પડ્યો હતો. ખુદ ધનશ્રીએ આ વિશે જણાવ્યું હતું કે ચહલે તેને ડેટ માટે કહ્યું હતું અને પછી પ્રેમ વ્યક્ત કર્યો હતો. ચહલ અને ધનશ્રીએ 8 ઓગસ્ટ 2020ના રોજ સગાઈ કરી હતી અને 22 ડિસેમ્બર, 2020ના રોજ લગ્ન કર્યા હતા. જોકે હવે આ સંબંધ ખતમ થઈ ગયો છે.
ધનશ્રીને 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપવું પડશે
બીજી તરફ ભરણપોષણની વાત કરીએ તો લો વેબસાઈટ બાર એન્ડ બેન્ચના જણાવ્યા પ્રમાણે ચહલે પોતાની પૂર્વ પત્ની ધનશ્રીને 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપવું પડશે અને તે આ માટે સહમતિ વ્યક્ત કરી છે. ચહલે અત્યાર સુધીમાં 2 કરોડ 37 લાખ 55 હજાર રુપિયા ચૂકવ્યા છે. બાકીની રકમ પણ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us