ધનશ્રી વર્માના ચીટિંગના આરોપ પર યુજવેન્દ્ર ચહલે ચોડી ચુપ્પી, કહ્યું – તેમનું ઘર મારા નામ પર ચાલી રહ્યું છે

Yuzvendra Chahal - Dhanashree Verma : એક એપિસોડમાં ધનશ્રી વર્માએ કહ્યું હતું કે તેણે લગ્નના બે મહિના પછી જ યુઝવેન્દ્રને છેતરપિંડી કરતા પકડ્યો હતો. ચહલે એક ઇન્ટરવ્યૂમાં પોતાના પર લાગેલા આ તમામ આક્ષેપોને પાયાવિહોણા અને નિરાધાણ ગણાવ્યા છે

Written by Ashish Goyal
October 08, 2025 15:42 IST
ધનશ્રી વર્માના ચીટિંગના આરોપ પર યુજવેન્દ્ર ચહલે ચોડી ચુપ્પી, કહ્યું – તેમનું ઘર મારા નામ પર ચાલી રહ્યું છે
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા (Photo: Instagram/Dhanashree/Yuzvendra)

Yuzvendra Chahal – Dhanashree Verma : ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પૂર્વ પત્ની અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા આજકાલ રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’માં જોવા મળી રહી છે. આ શોમાં તેણે પોતાના સહ-સ્પર્ધકો સાથે ઘણી વખત વાત કરતી વખતે પૂર્વ પતિની બેવફાઈ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. એક એપિસોડમાં તેણે કહ્યું હતું કે તેણે લગ્નના બે મહિના પછી જ યુઝવેન્દ્રને છેતરપિંડી કરતા પકડ્યો હતો.

હવે ક્રિકેટરે આ તમામ આક્ષેપો પર મૌન તોડ્યું છે. યુઝવેન્દ્ર ચહલે એક ઇન્ટરવ્યૂમાં પોતાના પર લાગેલા આ તમામ આક્ષેપોને પાયાવિહોણા અને નિરાધાણ ગણાવ્યા છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તે પોતાના જીવનમાં આગળ વધી ગયો છે અને હવે બાકીના બધાએ પણ આગળ વધવું જોઈએ.

યુઝવેન્દ્ર ચહલે કર્યું રિએક્ટ

હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે હું એક ખેલાડી છું અને હું છેતરપિંડી કરતો નથી. જો કોઈએ બે મહિનામાં છેતરપિંડી કરી હોત તો શું આ સંબંધ આટલો લાંબો સમય ચાલ્યો હોત? મારા માટે આ પ્રકરણ પૂરું થઈ ગયું છે. હું મારા જીવનમાં આગળ વધી ગયો છું અને બીજા બધાએ પણ આમ જ કરવું જોઈએ.

ભારતીય ક્રિકેટરે કહ્યું કે મેં પહેલા પણ કહ્યું છે કે હું પાસ્ટમાંથી બહાર આવી ગયો છું, પરંતુ કેટલાક લોકો હજી પણ ત્યાં અટવાયેલા છે. હજી પણ ઘણા લોકો વસ્તુઓને પકડી રાખે છે, હજુ પણ તેમનું ઘર મારા નામે ચાલી રહ્યું છે તો તેઓ આવું કરવાનું ચાલુ રાખી શકે. મને કોઈ ચિંતા નથી અને ના હું અફેક્ટેડ છું.

આ પણ વાંચો – બિગ બોસ કન્નડનો સ્ટૂડિયો સીલ, બધા સ્પર્ધકો બહાર નીકળશે, જાણો કેમ

ધનશ્રીએ લગ્ન વિશે આ વાત કહી હતી

આ સિવાય એક એપિસોડમાં ધનશ્રીએ અર્જુન બિજલાની સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે તેમના લગ્ન લવ અને એરેન્જ બંને હતા. તેની શરૂઆત એરેન્જ મેરેજથી થઈ હતી. તે ડેટિંગ કર્યા વિના લગ્ન કરવા માંગતો હતો અને તે સમયે મારી પાસે આવી કોઈ યોજના ન હતી, પરંતુ તેણે આ આખી પ્રોસેસમાં જેટલો પ્રેમ કર્યો, તેણે મને રાજી કરી લીધી.

ધનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઓગસ્ટમાં અમારા રોકા થયા હતા અને ડિસેમ્બરમાં લગ્ન થયા હતા. તે સમય દરમિયાન, હું તેમની સાથે ટ્રાવેલ કરતી રહી, અમે સાથે રહ્યા હતા. ત્યારે મને તેમના વર્તનમાં ફેરફારો નજર આવવા લાગ્યા હતા. જ્યારે લોકો કંઈક વસ્તુ મેળવવા માંગે છે અને પછી જ્યારે તેમને તે મળી જાય છે, ત્યારે તેમના વર્તનમાં ઘણો ફરક હોય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ