ઝિમ્બાબ્વે વિ પાકિસ્તાન T20 શ્રેણી પાકિસ્તાન જીત્યું, બીજી મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું

Zimbabwe vs Pakistan T20 Series highlights : ઝિમ્બાબ્વે પ્રવાસ પર આવેલ પાકિસ્તાન વન ડે બાદ ટી 20 શ્રેણી જીતી ગયું છે. બીજી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટથી કારમી હાર આપી હતી. ત્રણ મેચની શ્રેણીમાં પાકિસ્તાન 2-0થી આગળ છે. વન ડે શ્રેણીમાં 2-1થી પાકિસ્તાનની જીત થઇ હતી.

Written by Haresh Suthar
Updated : December 03, 2024 19:28 IST
ઝિમ્બાબ્વે વિ પાકિસ્તાન T20 શ્રેણી પાકિસ્તાન જીત્યું, બીજી મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું
ZIM vs PAK T20 Series: ઝિમ્બાબ્વે પ્રવાસ પર આવેલ પાકિસ્તાને ઝિમ્બાબ્વેને વન ડે બાદ ટી20 શ્રેણીમાં પણ હાર આપી છે. (ફોટો ક્રેડિટ ઝિમ્બાબ્વે ક્રિકેટ સોશિયલ મીડિયા)

ઝિમ્બાબ્વે પ્રવાસે આવેલા પાકિસ્તાને વન ડે ક્રિકેટ બાદ T20 શ્રેણીમાં પણ ઝિમ્બાબ્વેને હરાવ્યું છે. બુલાવાયો ખાતે આજે રમાયેલી બીજી ટી20 મેચમાં પાકિસ્તાને ઝિમ્બાબ્વેને 10 વિકેટથી કારમો પરાજય આપ્યો છે. ત્રણ મેચની શ્રેણીમાં પાકિસ્તાન 2-0થી જીત સાથે આગળ છે. ક્લિનસ્વીપથી બચવા માટે ઝિમ્બાબ્વે પાસે એક તક છે. આખરી અને ત્રીજી મેચ 5 ડિસેમ્બરે રમાશે.

ઝિમ્બાબ્વે વિ પાકિસ્તાન ટી20 શ્રેણી ચાલી રહી છે. ત્રણ મેચની આ સિરીઝમાં પહેલી મેચ પાકિસ્તાન જીત્યું હતું. બુલાવાયો સ્થિત ક્વિન સ્પોર્ટ્સ ક્લબ ખાતે મંગળવારે 2જી ટી-20 મેચ માટે ટોસ થયો હતો. ઝિમ્બાબ્વેએ ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી. જોકે પાકિસ્તાનની ઝંઝાવાતી બોલિંગ સામે ઝિમ્બાબ્વે 12.4 ઓવરમાં માત્ર 57 રન બનાવી ઓલઆઉટ થયું હતું.

આ વાંચો: સૂર્યકુમાર યાદવ અને શિવમ દૂબે રમ્યા સ્ફોટક ઇનિંગ

ઝિમ્બાબ્વેને સસ્તામાં ઓલઆઉટ કર્યા બાદ પાકિસ્તાને 58 રનનો ટારગેટ બોલિંગ પાવર પ્લેમાં જ પુરો કર્યો હતો. પાકિસ્તાને વિના વિકેટે 5.3 ઓવરમાં 61 રન બનાવી 10 વિકેટથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ત્રણ મેચની શ્રેણીમાં પાકિસ્તાન 2-0થી શ્રેણી જીતી ગયું છે. આખરી અને ત્રીજી ટી20 મેચ ગુરુવારે આ મેદાન ખાતે જ રમાશે.

બ્રાયન બેનેટ અને મારુમની બે આંકડે પહોંચ્યા

ઝિમ્બાબ્વેની આખી ટીમ પુરી 20 ઓવર પણ રમી શક્યું ન હતું અને માત્ર 12.4 ઓવરમાં માત્ર 57 રને ઓલ આઉટ થયું હતું. જેમાં બ્રાયન બેનેટ અને તાડીવાનશે મારુમની જ બે આંકડામાં પહોંચ્યા હતા. ત્રણ ખેલાડીઓ શૂન્યે રને આઉટ થયા હતા તો અન્ય ખેલાડીઓ અંગત 10 રન પણ બનાવી શક્યા ન હતા.

સુફિયાન મુકીમ પાંચ વિકેટ

પાકિસ્તાન બોલર સુફિયાન મુકીમ ઝિમ્બાબ્વે સામે ઘાતક સાબિત થયો હતો. સુફિયાન મુકીમે 2.4 ઓવરમાં માત્ર 3 રન આપી 5 વિકેટ ઝડપી હતી. લેફ્ટ આર્મ સ્પિનર સુફિયાન મુકીમે 2 બોલ્ડ કર્યા હતા. સુફિયાનની બોલિંગમાં એક લેગબિફોર અને બે કેચ આઉટ થયા હતા.

પાકિસ્તાને વન ડે બાદ ટી20 શ્રેણી જીતી

પાકિસ્તાન હાલમાં ઝિમ્બાબ્વે પ્રવાસે છે. બંને વચ્ચે ત્રણ વન ડે અને ત્રણ ટી20 મેચની શ્રેણી ચાલી રહી છે. ત્રણ મેચની વન ડે શ્રેણીમાં પ્રથમ મેચ ઝિમ્બાબ્વે જીત્યું હતું જોકે બાદમાં બંને મેચ પાકિસ્તાને જીતી વન ડે શ્રેણી 2-1થી જીતી હતી. ત્રણ મેચની ટી20 શ્રેણીમાં પ્રથમ બે મેચ જીતી પાકિસ્તાન 2-0થી શ્રેણી જીતી ગયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ