Basant Panchami 2026 Bhog: વસંત પંચમી પર દેવી સરસ્વતીને આ 5 પીળી મીઠાઇનો ભોગ ધરાવો; શિક્ષણ અને કરિયરની મુશ્કેલીઓ દૂર થશે

Basant Panchami 2026 Bhog: વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજામાં ભોગ માટે પીળી મીઠાઇ અર્પણ કરવાની પરંપરા છે. અહીં વસંત પંચમી પર દેવી સરસ્વતીને ભોગ પ્રસાદમાં અર્પણ કરવા માટે 5 પીળી મીઠાઇની રેસીપી જણાવી છે.

Basant Panchami 2026 Bhog: વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજામાં ભોગ માટે પીળી મીઠાઇ અર્પણ કરવાની પરંપરા છે. અહીં વસંત પંચમી પર દેવી સરસ્વતીને ભોગ પ્રસાદમાં અર્પણ કરવા માટે 5 પીળી મીઠાઇની રેસીપી જણાવી છે.

author-image
Ajay Saroya
New Update
Basant Panchami 2026 Bhog | Basant Panchami Bhog

Basant Panchami 2026 Bhog Yellow Mithai Recipe : વસંતી પંચમી પર દેવી સરસ્વતીને ભોગ પ્રસાદમાં પીળી મીઠાઇનો અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. Photograph: (Freepik)

Basant Panchami 2026 Bhog Recipe : વસંત પંચમી હિન્દુ ધર્મમાં બહુ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસ વસંત ઋતુની શરૂઆતને ચિહ્નિત કરે છે અને એવું માનવામાં આવે છે કે મહા સુદ પાંચ તિથિ પર દેવી સરસ્વતીનું પ્રાગટ્ય થયુ હતું. તેથી દેવી સરસ્વતીની પૂજા સાથે વસંત પંચમીનો તહેવાર શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં વસંત પંચમીનો તહેવાર 23 જાન્યુઆરી, શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે.

Advertisment

વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કેમ થાય છે?

માન્યતા અનુસાર, આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધ, જ્ઞાન અને શક્તિ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે રાખે છે. જો તમને મા સરસ્વતીના આશીર્વાદ મેળવીને જ્ઞાન, ધન અને સુખ જોઈએ છે, તો વસંત પંચમીના દિવસે તેમને પીળા રંગની વાનગી ભોગમાં અર્પણ કરવી જોઇએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પીળો રંગ દેવી સરસ્વતીને પ્રિય છે, તેથી પીળા રંગનો ભોગ અર્પણ તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ વસંત પંચમી પર પાંચ પીળા ભોગ અર્પણ કરવાથી શું લાભ થાય છે.

Basant Panchami 2026 Yellow Mithai Recipe : વસંતી પંચમી માટે પીળી મીઠાઇ રેસીપી  

પીળા મીઠા ભાત

પીળા રંગના મીઠા ચોખા, જેને કેસરી ભારત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મા સરસ્વતીના ભોગમાં અર્પણ કરવા શુભ માનવામાં આવે છે. આમ કરવાથી જીવનમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને સુખ અને સમૃદ્ધિ વધે છે.

Advertisment

બેસન લાડુ

વસંત પંચમી પર ચણાના લોટના લાડુ અર્પણ કરવાથી દેવી સરસ્વતી તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. તેનાથી  જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને વાણી સંબંધિત દોષ દૂર થાય છે તેમજ મન શાંત રહે છે.

માલપુઆ

મા સરસ્વતીને માલપુઆ અર્પણ કરવાથી એકાગ્રતા વધે છે. આનાથી શિક્ષણ અને કારકિર્દીને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને બાળકોને અભ્યાસમાં વધુ રસ વધવા લાગે છે.

કેસર ખીર

વસંત પંચમી પર દેવી સરસ્વતીને કેસર ખીર ભોગમાં અર્પણ કરવી બહુ ફળદાયી માનવામાં આવે છે. આ ભોગ તેમને બહુ જ પ્રિય છે. તેમને અર્પણ કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને આનંદ અને પ્રસન્નતા રહે છે.

રાજભોગ

પીળો રાજભોગ દેવી સરસ્વતીને પણ ખૂબ પ્રિય છે. વસંત પંચમી પર આ ભોગ અર્પણ કરવાથી શિક્ષણ, કળા અને સર્જનાત્મક ક્ષેત્રોમાં સફળતા મળે છે અને સૌભાગ્યમાં વધારો થાય છે.

ધર્મ ભક્તિ રેસીપી લાઇફસ્ટાઇલ વસંત પંચમી