Adani Bangladesh Power Deal: અદાણી ગ્રૂપ બાંગ્લાદેશ વચ્ચેના વીજ કરારની યુનુસ સરકાર તપાસ કરશે, પડોશી દેશ પાસેથી ₹ 4200 કરોડના લેણાં બાકી

Adani Group Bangladesh Power Deal: અદાણી ગ્રૂપ અને શેખ હસીનાના કાર્યકાળમાં બાંગ્લાદેશ સાથે થયેલા વીજ કરારની વચગાળાની યુનુસ સરકાર તપાસ કરશે. એક મીડિયા રિપોર્ટ મુજબ બાંગ્લાદેશ પાસેથી અદાણી ગ્રૂપના 500 મિલિયન ડોલરના લેણાં બાકી છે.

Written by Ajay Saroya
September 12, 2024 10:20 IST
Adani Bangladesh Power Deal: અદાણી ગ્રૂપ બાંગ્લાદેશ વચ્ચેના વીજ કરારની યુનુસ સરકાર તપાસ કરશે, પડોશી દેશ પાસેથી ₹ 4200 કરોડના લેણાં બાકી
અદાણી ગ્રૂપ ચેરમેન ગૌતમ અદાણીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે 2023માં મુલાકાત કરી હતી. બાંગ્લાદેશની વચગાળા સરકારના વડા મુહમ્મદ યુનુસ. (Photo: X/gautam_adani, X/Muhammad Yunus)

Adani Group Bangladesh Power Deal Under Scrutiny: બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તામાંથી હાંકી કઢાયા બાદ મુહમ્મદ યુનુસના વડપણ હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર અદાણી ગ્રૂપ સહિત ભારતીય ઉદ્યોગોની તપાસ કરવાની તૈયારીમાં છે. અદાણી ગ્રૂપ, જે 2017 ના કરાર હેઠળ તેના ઝારખંડ યુનિટમાંથી વીજળીની નિકાસ કરે છે. આવી સ્થિતિમાં, બાંગ્લાદેશની વચગાળાની સરકાર એ જાણવા માંગે છે કે કરારની શરતો અને અદાણી જૂથ અને તત્કાલીન બાંગ્લાદેશ સરકાર સાથે કઈ શરતો હેઠળ કરાર કરવામાં આવ્યા હતા. યુનુસ સરકાર એ પણ જાણવા માંગે છે કે વીજળી માટે ચૂકવવામાં આવતી કિંમત વાજબી છે કે નહીં.

વચગાળાની સરકારના એક ઉચ્ચ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, અદાણીના વ્યવસાયની જેમ, ભારતીય ઉદ્યોગોની પણ તપાસ કરવામાં આવશે … કેવા પ્રકારના કરાર કરવામાં આવ્યા છે, નિયમો અને શરતો શું છે, કોઈ વિદેશી કંપની દેશના કાયદાનું પાલન કરે છે કે નહીં. આથી આ તપાસ હાથ ધરાશે તેવું અધિકારીએ જણાવ્યું હતું. તે ભારતીય ઉદ્યોગોને નિશાન બનાવવા માટે કરવામાં આવશે. બાંગ્લાદેશ કેટલું ચૂકવે છે તેની પણ તપાસ કરવામાં આવશે. શું તે યોગ્ય છે. આ તમામ પ્રશ્નો તપાસમાં સામે આવશે.

2017માં અદાણી ગ્રૂપ અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે થયા હતા કરાર

નવેમ્બર 2017માં અદાણી પાવર (ઝારખંડ) લિમિટેડ (એપીજેએલ) એ બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ સાથે 25 વર્ષીય 1,496 મેગાવોટ (ચોખ્ખી) વીજ ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત બાંગ્લાદેશ એજેપીએલના ગોડ્ડા પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત 100 ટકા વીજળી ખરીદશે. 100 ટકા આયાતી કોલસાથી ચાલતા આ યુનિટને ભારત સરકારે માર્ચ 2019માં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કર્યો હતો.

ગોડ્ડા પ્લાન્ટ, જે એપ્રિલ-જૂન 2023 દરમિયાન સંપૂર્ણપણે વ્યાવસાયિક રીતે કાર્યરત થઈ ગયો હતો. બાંગ્લાદેશ બેઝ લોડના 7-10 ટકા સપ્લાય કરે છે. 2023-24માં તેણે લગભગ 7,508 મિલિયન યુનિટ વીજળીની નિકાસ કરી હતી, જે ભારતની કુલ 11,934 મિલિયન યુનિટની વીજ નિકાસના લગભગ 63 ટકા છે. મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો બાંગ્લાદેશમાં ભારતની વીજળી નિકાસ 1 અબજ ડોલરને પાર કરી ગઈ છે, જે ભારતની તેના પડોશી દેશમાં થતી કુલ નિકાસના લગભગ 10 ટકા જેટલી છે.

આ અંગે જ્યારે અદાણી પાવરના પ્રવક્તાનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશ સરકાર દ્વારા અમારા પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) ની કોઈ સમીક્ષા કરવા અંગે અમને જાણકારી નથી. સાચી ભાગીદારીની ભાવના સાથે, અમે તેમના પર મોટી રકમ બાકી હોવા છતાં તેમને વીજળીનો પુરવઠો પૂરો પાડવાનું ચાલુ રાખીએ છીએ. અમે બાંગ્લાદેશના સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છીએ અને તેમને વહેલામાં વહેલી તકે અમારી બાકી નીકળતી રકમ ચૂકવવા વિનંતી કરી છે, કારણ કે તેનાથી અમારી કામગીરી અસ્થિર થઈ રહી છે.

અદાણી ગ્રૂપના બાંગ્લાદેશ પાસેથી 500 મિલિનય ડોલર લેણાં બાકી

ફાઇનાન્સિયલ ટાઇમ્સના 9 સપ્ટેમ્બરના એક રિપોર્ટ મુજબ અદાણી ગ્રૂપે બાંગ્લાદેશની વચગાળાની સરકારને ચેતવણી આપી હતી કે તેની બાકી લેણાં 500 મિલિયન ડોલર જલદી થી જલદી ચૂકવે. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો આ રકમ 4200 કરોડ રૂપિયા જેટલી થાય છે. તેમાં બાંગ્લાદેશના ઊર્જા સલાહકાર મુહમ્મદ ફુઝુલ કબીર ખાનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે દેશમાં વીજળીની કુલ જવાબદારીઓ 3.7 અબજ ડોલર છે અને અદાણીને 49.2 કરોડ ડોલર ચૂકવવામાં વિલંબ થયો છે, જ્યારે અદાણી પર કુલ 800 મિલિયન ડોલરનું દેવું છે.

સરકારે 12 ઓગસ્ટના રોજ 2018 ના એક નિયમનમાં સુધારો કર્યો હતો જેનો હેતુ અદાણી જેવા પ્લાન્ટોના જોખમને ઓછો કરવાનો હતો, જે આવા જનરેટિંગ સ્ટેશનોને ભારતીય ગ્રીડ સાથે જોડવાની મંજૂરી આપે છે. આ સંપૂર્ણ અથવા આંશિક ક્ષમતાના સતત નોન શેડ્યુલ થવાની સ્થિતિમાં ભારતની અંદર વીજળીના વેચાણની સુવિધા આપશે. અનિવાર્યપણે, જ્યારે ચુકવણીમાં વિલંબ થાય છે ત્યારે સ્થાનિક સ્તર પર વીજળીના વેચાણનો માર્ગ સાફ થાય છે.

બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ રિપોર્ટના વાર્ષિક અહેવાલ અનુસાર, 2022-23 (જુલાઈ-જૂન) દરમિયાન ભારતીય કંપનીઓ પાસેથી બાંગ્લાદેશ દ્વારા આયાત કરવામાં આવતી વીજળીનો સરેરાશ ખર્ચ પ્રતિ યુનિટ 8.77 બાંગ્લાદેશી ટકા હતો.

જો કે, આ દર દરેક કંપની મુજબ અલગ-અલગ હોય છે. એનવીવીએલ લિમિટેડના કિસ્સામાં, તે યુનિટ દીઠ 4.22 થી 8.45 બાંગ્લાદેશી ટકા હતું; પીટીસી ઇન્ડિયા લિમિટેડના કિસ્સામાં યુનિટ દીઠ 9.05 બાંગ્લાદેશી ટકા; સેમ્ક્રોપ એનર્જી ઇન્ડિયાના કિસ્સામાં યુનિટ દીઠ 9.995 બાંગ્લાદેશી ટકા; અને એપીજેએલના કિસ્સામાં યુનિટ દીઠ 14,02 બાંગ્લાદેશી ટકા છે..

ભારત સાથેના સંબંધો અંગે વિસ્તૃત માહિતી આપતા બાંગ્લાદેશ ના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ભારત સાથે સ્થિર સંબંધો, તટસ્થ સંબંધો ઇચ્છીએ છીએ. પરંતુ શેખ હસીનાને આશ્રય આપવો એ એક સમસ્યા છે. પહેલા અમે જોયું કે તે થોડા સમય માટે ત્યાં હતા, અને હવે તેને બાંગ્લાદેશ સામે ગતિવિધિ કરવા માટે જગ્યા આપવામાં આવી રહી છે. અધિકારીએ બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાના નિવેદનોનો ઉલ્લેખ કરતી વખતે આ વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.

અધિકારીએ કહ્યું કે, શેખ હસીનાએ વહીવટતંત્રને બરબાદ કરી નાખ્યો છે, આર્થિક સ્થિતિ ખરાબ છે, ભ્રષ્ટાચારનો માહોલ છે… પટાવાળા સ્તરના એવા લોકો છે જેમણે કરોડો બાંગ્લાદેશી ટાકા એકઠા કર્યા છે. આપણે પહેલા એન્જિન ચાલુ કરવું પડશે, તેને ચલાવવું પડશે અને પછી આગળ વધવું પડશે. (સુભાજીત રોય નો અહેવાલ)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ