/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-17.jpg)
ઉત્તરી અફઘાનિસ્તાનમાં એક શાળામાં ઝેરી દવા પીધા બાદ લગભગ 60 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. (File photo via AP for representation)
અફઘાનિસ્તામાં મહિલાઓ પર પોઇઝન એટેકની એક ગંભીર ઘટના બની છે. ઉત્તર અફઘાનિસ્તાનમાં 80 શાળાની વિદ્યાર્થિનીઓને ઝેર આપવાનો એક કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીઓને ઝેર અપાયું હોવાનું જાણ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એક સ્થાનિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સર-એ-પુલ પ્રાંતમાં બની હતી. અહીં છોકરીઓની બે શાળાઓને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાં 2021માં તાલિબાનોના શાસન બાદ છોકરીઓને ઉચ્ચ શિક્ષણની મંજૂરી નથી.
એક જ જિલ્લામાં બે શાળાની વિદ્યાર્થીની પર પોઇઝન એટેક
અફઘાનિસ્તાને વર્ષ 2021માં અફઘાન પર કબજો જમાવ્યો હતો, ત્યારથી તે મહિલા શિક્ષણને લઈને કડક છે. અહીંની બે કન્યા શાળાઓમાં વિદ્યાર્થીનીઓને નિશાન બનાવવામાં આવી છે. પ્રાંતીય શિક્ષણ વિભાગના વડા મોહમ્મદ રહેમાનીએ જણાવ્યું હતું કે આ ઘટના સંઘચરક જિલ્લામાં બની હતી. તેમણે જણાવ્યું કે નસવાન-એ-કબાદ અબ સ્કૂલમાં 60 વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું હતું અને નસવાન-એ-પાયઝાબાદ સ્કૂલમાં વિદ્યાર્થીનીને પણ ઝેર આપવામાં આવ્યું હતું. શિક્ષણાધિકારીએ આ ઘટનાઓ વિશે વધુ માહિતી આપી ન હતી અને કહ્યું હતું કે પરસ્પર દુશ્મનાવટના કારણે આવું થયું છે.
અંગત અદાવતમાં બદલાની ભાવનાથી આવું કૃત્યુ કર્યું : અધિકારી
રહેમાનીએ જણાવ્યું હતું કે વિભાગ તપાસ કરી રહ્યું છે અને પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું કે, કોઈએ અંગત અદાવતમાં બદલાની ભાવના સાથે પોઇશન એટેક કર્યો છે. વિદ્યાર્થીનીઓને કેવી રીતે ઝેર આપવામાં આવ્યું તે અંગે કોઇ ચોક્કસ માહિતી મળી નથી અને તેમની ઉંમર કેટલી છે, તેઓ ક્યાં ધોરણમાં ભણે છે તેની માહિતી પણ જાહેર કરાઇ નથી.
વિદ્યાર્થિનીઓની સ્થિતિ કેવી છે?
રહેમાનીએ એપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે બે પ્રાથમિક શાળાઓ એકબીજાની નજીક હતી અને એક પછી એક ટાર્ગેટ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, આ ઘટના બાદ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને હવે તેમની હાલત સારી છે. તેમણે એમ પણ જણાવ્યું કે વિભાગ આ મામલાની તપાસ કરી રહ્યો છે અને પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ ઘટના અંગત અદાવતના કારણે બની છે. રહેમાનીએ જો કે યુવતીઓને કેવી રીતે ઝેર આપવામાં આવ્યું તે અંગે કોઈ વિગતો આપી ન હતી.
Disclaimer: આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us