Afghanistan – pakistan earthquake updates: અફઘાનિસ્તાનના હિંદુકુશ ક્ષેત્રમાં મોડી રાત્રે ભૂકંપના ભારે ઝટકા મહેસૂસ થયા હતા. રિકેટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 માપવામાં આવી હતી. ભૂકંપના ઝાટકા એટલા તેજ હતા કે ભારતમાં દિલ્હી-એનસીઆર સુધી આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભારે નુકસાન થયું છે. પાકિસ્તાનમાં 9 લોકોના મોત નીપજ્યા છે જ્યારે અફઘાનિસ્તાનમાં 10 લોકોના મોતની પુષ્ટી થઈ હતી. ટોલો ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં 160 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પાકિસ્તાનમાં 9 લોકોના મોત
પાકિસ્તાનમાં પશ્વિમોત્તરમાં સ્થિત ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના સ્વાત ઘાટી વિસ્તારમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધારે ઘાયલ થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર મંગળવારે રાત્રે ભૂકંપ સપાટીથી 187 કિલોમિટર નીચે આવ્યો હતો. સામાન્ય રીતે હિંદુકુશ વિસ્તારમાં જે ભૂકંપ આવે છે તે ગણા ઉંડાણે આવે છે. જ્યારે ભૂંકપ વધારે ઉંડાઈ પર આવે છે ત્યારે આંચકા ખૂબ જ દૂર સુધી અનુભવાય છે. લાહોર, ઇસ્લામાબાદ, રાવલપિંડી, ક્વેટા, પેશાવર, કોહાટ સહિતના અનેક શહેરોમાં ઝાટકા અનુભવાયા હતા.
પાકિસ્તામાં શક્તિશાળી ભૂંકપના પગલે સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદિર પટેલે પાકિસ્તાન ઇસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની સાથે સરકારી હોસ્પટિલોમાં ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે.
અફઘાનિસ્તાન પણ ભારે નુકસાન
અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. અનેક રસ્તાઓ ઉપર મોટી ત્રિરાડ પડ્યાના સમાચાર છે. અફઘાનિસ્તાનમાં એક બાળક સહિત 10 લોકોના મોત થયા હતા. તાલિબાની સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે જણાવ્યું કે દેશભરમાં સ્વાસ્થઅય કેન્દ્રોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં ટેંટ લગાવીને લોકો માટે રાહત કાર્ય પણ શરું કર્યું છે. ગત વર્ષે જૂનમાં પણ અફઘાનિસ્તામાં ભૂકંપ આવ્યો હતો. ત્યારે ભૂકંપના કારણે એક હજારથી વધારે લોકોના મોત નીપજ્યા હતા.
દિલ્હી NCRમાં અનુભવાયો ભૂકંપ
દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં પણ ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીરથી લઇને ઉત્તરાખંડમાં પણ ભૂકંપની તીવ્રતા વધારે રહી હતી. ભૂકંપના કારણે લોકો ઘરોમાંથી બહાર આવી ગયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે દિલ્હી એનસીઆરમાં ભૂકંપના ભારે ઝટકા આવ્યા છે. આશા છે કે બધા સુરક્ષિત હશો.