/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/PM-Narendra-modi-3.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફાઇલ તસવીર (Photo - Facebook/@Narendramodi)
PM Narendra Modi UAE visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસની બે દિવસની મુલાકાત બાદ કર્યા બાદ શનિવારે 15 જુલાઈએ સંયુક્ત અરબ અમીરાત યુએઈ માટે રવાના થયા છે. વડાપ્રધાન મોદીને ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક સમ્માન ગ્રૈંડ ફ્રાંસ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી સમ્માનિત કર્યા છે.
ફ્રાંસના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદરમ બાગચીએ ટ્વીટ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક સફળ યાત્રા બાદ ફ્રાન્સમાંથી વિદાય લીધી છે. આ યાત્રાએ ભારત અને ફ્રાંસ સંબંધોમાં એક નવા અધ્યાયની શરુઆત કરી છે. વડાપ્રધાન હવે આગામી યાત્રા માટે વિમાનથી અબુધાબી માટે રવાના થયા છે.
સંયુક્ત અરબ અમીરાત (UAE)ની યાત્રા સાથે જોડાયેલી ખાસ બાબતો
સંયુક્ત અરબ અમીરાતની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય નેતૃત્વની સાથે ખાસરીતે ઉર્જા, ખાદ્ય સુરક્ષા અને રક્ષા ક્ષેત્રો પર વાતચીત કરી શકે છે. આ પ્રવાસ દરમયાન રાજનીતિક ભાગીદાર દેશ એક ઐતિહાસિક વેપાર સમજૂતી અંગે થયેલી પ્રોગ્રેસની સમીક્ષા કરશે. મોદી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની મુલાકાત કરીને વાતચીત કરશે.
યુએઈમાં ભારતના રાજદૂત સંજય સુધીરે કહ્યું કે આ સંબંધની ખુબસૂરતી એ છે કે આપણા નેતા નિયમિત રૂપથી સંપર્કમાં રહ્યા છે. એટલું જ નહીં કોવિડ સમયગાળામાં વર્ચ્યુઅલી મળતા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે એતિહાસિક વ્યાપાર આર્થિક ભાગીદારી સમજૂતી કરાર જેણે બંને દેશો માટે આર્થિક જુડાવ માટે એક નવું બળ આપ્યું છે. કોવિડ મહામારી દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે
વડાપ્રધાન મોદી શનિવારે યુએઈના રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસ પહેલા ટ્વીટ કરીને કહ્યું કે હું પોતાના મિત્ર મામહિમ શેક મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળવા માટે ઉત્સુક છું. બંને દેશ વેપાર, નિવેશ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષા, ફિનટેક, રક્ષા જેવા અનેક ક્ષેત્રો સાથે જોડાયેલા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us