/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/nuclear-bomb.jpg)
અમેરિકા નવો સુપર શક્તિશાળી ન્યૂક્લિયર બોમ્બ બનાવી રહ્યું છે (પ્રતિકાત્મક તસવીર)
America New Nuclear Bomb : અમેરિકા નવો સુપર શક્તિશાળી ન્યૂક્લિયર બોમ્બ બનાવી રહ્યું છે. આ બોમ્બ 1945માં જાપાનના હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બથી લગભગ 24 ગણો વધારે શક્તિશાળી હશે. અમેરિકાના રક્ષા વિભાગના જણાવ્યા અનુસાર આ બોમ્બ બનાવવા માટે પેન્ટાગોન તરફથી ફંડિંગ અને મંજૂરી માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ નવા પરમાણુ બોમ્બને બી61-13 નામ આપવામાં આવ્યું છે. પેન્ટાગોને એક નિવેદનમાં કહ્યું કે આ બોમ્બ દુશ્મનો માટે મોટો પડકાર ઉભો કરશે.
કેટલો ખતરનાક હશે બોમ્બ
આ બોમ્બનું વજન લગભગ 360 કિલો ટન હશે. તેની ક્ષમતા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કરતા 24 ગણી વધારે હશે. હિરોશિમા પર જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તે માત્ર 15 કિલો ટન હતો. જ્યારે નાગાસાકી પર જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તે 25 કિલો ટનનો હતો. અમેરિકા અત્યારે જે બોમ્બ બનાવી રહ્યું છે તે પહેલા કરતા વધારે ઘાતક અને સચોટ હશે.
આ પણ વાંચો - ગાઝા યુદ્ધ પર UNGA માં મતદાન, … અને ભારત શા માટે ગેરહાજર રહ્યું?
6 ઓગસ્ટ 1945ના રોજ હિરોશિમામાં સવારે 8.15 વાગ્યે અમેરિકાએ બી29 બોમ્બર એનોલા ગે એ લિટલ બોય નામનો પરમાણું બોમ્બ છોડ્યો હતો, જેમાં 20,000 ટનના ટીએનટીથી પણ વધારે બળ હતું. તેના ત્રણ દિવસ પછી સવારે 11 વાગ્યે નાગાસાકી ઉપર ફેટ મેન નામનો બીજો અણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પહેલા હુમલામાં લગભગ 80 હજાર અને બીજા હુમલામાં લગભગ 40 હજાર લોકોના મોત થયા હતા.
અમેરિકાએ નેવાદાની ન્યૂક્લિયર સાઇટ પર એક મોટા બોમ્બનું પરીક્ષણ કર્યું
જણાવી દઈએ કે હાલમાં જ અમેરિકાએ નેવાદાની ન્યૂક્લિયર સાઇટ પર એક મોટા બોમ્બનું પરીક્ષણ કર્યું છે. રશિયા પણ તે સંધિમાંથી બહાર નીકળી ગયું છે જેમાં 1966 દરમિયાન પ્રતિબંધ લગાવ્યા હતા. નવા બોમ્બ પછી અમેરિકાની પરમાણુ તાકાતમાં હજુ વધારો થવાની આશા છે. આ પરીક્ષણ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ અમેરિકાનો ચીન સાથેનો સંઘર્ષ છેલ્લા કેટલાક સમયથી સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us