અમેરિકામાં ફાયરિંગની વધુ એક ઘટના સામે આવી છે જેમાં 10 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યુ છે. સીબીએસ સંલગ્ન ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો છે કે શનિવારે રાત્રે (5 નવેમ્બર) ફિલાડેલ્ફિયાના કેન્સિંગ્ટન અને એલેગેની વિસ્તારોમાં ફાયરિંગની ઘટના બની છે જેમાં ઓછામાં ઓછા 10 લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો છે.
ફાયરિંગની આ ઘટના ફિલાડેલ્ફિયાના કેન્સિંગ્ટન વિસ્તારમાં એક બારમાં ઘટી છે. જેમાં બારની બહાર થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે. ઇસ્ટ એલેગેની અને કેન્સિંગ્ટન એવન્યુ વિસ્તારમાં શનિવારે રાત્રે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોની સ્થિતિ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ઉપરાંત કોણે અને શા માટે ફાયરિંગ કર્યુ તેનું કારણ પણ હજી સુધી જાણી શકાયુ નથી.
ફાયરિંગની ઘટના બાદ આ વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા હતા. ત્યારબાદ ફાયરિંગની ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પોલીસે પહોંચ્યા બાદ આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે. ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.