અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર અત્યારના કે પૂર્વ રાષ્ટ્રપતિ ઉપર ગુનાહિત કેસ ચલાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ ગુનાહિત આરોપોનો સામનો કરનાર પહેલા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા હતા. જેમની સામે મહાભિયોગ ચલાવવામાં આવશે. અમેરિકાના મેનહટ્ટન શહેરમાં ગ્રેડ જૂરીએ ગુરુવારે 2016ની ચૂંટણી અભિયાન દરમિયાન એક એડલ્ટ સ્ટારને મોંઢું બંધ રાખવા બદલ મોટી રકમ આપવામાં ટ્રમ્પ દોષી ઠર્યા હતા. ત્યારબાદ ગ્રેંડ જૂરીએ તેમની સામે અભિયોગ ચલાવવાના પક્ષમાં મતદાન કર્યું છે.
રાષ્ટ્રપતિ ચૂંટણી 2024ની તૈયારીઓમાં લાગેલા ટ્રમ્પને મોટો ઝાટકો
ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે અમેરિકામાં ગુરુવારે ગ્રેડ જૂરીએ એક એડલ્ટ સ્ટારને સંતાડીને પૈસા આપવા મામલે તપાસ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દોષી ઠેરવ્યા હતા અને તેમની સામે ગુનાહિત કેસ ચલાવવાના પક્ષમાં મતદાન કર્યું હતું. આગામી વર્ષ એટલે કે 2024માં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને તૈયારીઓમાં લાગેલા ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો ફટકો છે. ગુનાહિત કેસની કાર્યવાહી વચ્ચે ચૂંટણી અભિયાન ચાલુ રાખવું ખુબ જ મુશ્કેલ રહેશે.
રિપબ્લિકન પાર્ટીથી રાષ્ટ્રપતિ પદની દાવેદારી પર પણ સંકટ
ન્યૂયોર્ક જૂરીના નિર્ણય બાદ ડોનાલ્ડ ટ્રમ્પને એટલાન્ટા અને વોશિંગટનમાં પણ ગુનાહિત તપાસનો સમાનો કરવો પડી શકે છે. જેના પગલે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની રેસમાં એક પ્રમુખ દાવેદાર ડોનાલ્ડની સામે પાર્ટી ફોરમ પર પણ આગળ વધવાની તક ખતમ થઇ જશે. કાયદામાં પેચો ઉકેલવા ડોનાલ્ડ ટ્રમ્પ માટે પોતાની પાર્ટીના બીજા દાવેદારોને પણ મુકાબલો કરવા માટે મુશ્કેલી પડશે. રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામ બાદ કેપિટલ હિલ ઉપર ટ્રમ્પના સમર્થકોના હંગામનો મામલો પણ સામે આવી શકે છે.