Chinese Spy Balloon in US Airspace: અમેરિકાના આકાશમાં છેલ્લા કેટલાક દિવસથી દેખાઈ રહેલા ચીનીના એક શંકાસ્પદ સ્પાઇ બલૂનને તોડી પાડવામાં આવ્યું છે. એપી ન્યૂઝ રીપોર્ટ અનુસાર અમેરિકાએ ચીની બલૂનને સમુદ્ર ઉપર તોડી પાડ્યું હતું. ત્યારબાદ કાટમાળ કાઢવાનું કામ ચાલું કર્યું હતું.
ચીને ઉઠાવ્યો વાંધો
બીજી તરફ ન્યૂઝ એજન્સી એએફપીના રીપોર્ટ અુસાર અમેરિકા દ્વારા ફૂગ્ગો તોડી પાડવા પર ચીને નારાજગી વ્યક્ત કરી છે. ચીની સ્પાઇ બલૂનને તોડી પાડ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને વ્હાઇટ હાઉસ પ્રેસ મીટમાં કહ્યું હતું કે “બુધવારે જ્યારે મને ચીની સ્પાઇ બલૂન અંગે જણાવવામાં આવ્યું હતું ત્યારે મેં પેંટાગનનો આદેશ આપ્યો કે વહેલી તકે તોડી પાડવામાં આવે. તેમણે સફળતા પૂર્વક તેને નીચે પાડ્યું હતું. હું આ એવિએટર્સને ધન્યવાદ પાઠવું છું જેમણે આ કામ કર્યું છે.”
અમેરિકી સંરક્ષણ સચિવ લોયડ જે. ઓસ્ટિને અમેરિકી કાર્યવાહી બાદ કહ્યું, “આજની સારી રીતે વિચારીને અને કાયદેસરની કાર્યવાહી દર્શાવે છે કે રાષ્ટ્રપતિ બિડેન અને તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમે હંમેશા અમેરિકન લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે જ્યારે ચીન દ્વારા અમારી સાર્વભૌમત્વના ઉલ્લંઘનનો અસરકારક રીતે જવાબ આપ્યો છે.”