/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/US-Crime-News.jpg)
યુએસ પોલીસ (પ્રતિકાત્મક તસવીર)
Crime News : અમેરિકાના ટેક્સાસ રાજ્યથી એક અજીબો ગરીબ સમાચાર સામે આવ્યો છે. અહીં હ્યુસ્ટનમાં, એક માતા પર આરોપ છે કે, તેણે છેલ્લા આઠ વર્ષથી તેના પુત્રને છૂપાવીને તેનું શોષણ કર્યું હતું. પીડિતનું નામ રૂડી ફરિયાસ છે. તે આઠ વર્ષ પહેલા 2015માં ગાયબ થઈ ગયો હતો. આ પછી તેની માતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. માતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, 17 વર્ષીય ફારિયાસ હ્યુસ્ટનમાં તેના ઘરની નજીક બે કૂતરાને ફરવા લઈ ગયો હતો. આ પછી તે ઘરે પરત ફર્યો ન હતો. ફરિયાદ બાદ બે કૂતરા મળી આવ્યા હતા, પરંતુ કિશોર ક્યાંય મળ્યો ન હતો.
ફોક્સ ન્યુઝના અહેવાલ અનુસાર, હવે, આઠ વર્ષ પછી, ગુમ બાળક હવે યુવક થઈ ગયો અને ચર્ચની બહાર એક સામાજિક કાર્યકર (ક્વેનેલ એક્સ) ને મળી આવ્યો છે. તેની હાલત સારી ન હતી, જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં એક સપ્તાહની સારવાર બાદ તેણે તેની માતા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, તે ક્યાંય ગાયબ થયો ન હતો, પરંતુ તેની માતા સાથે જ રહે છે. તેની માતાએ તેને બધાથી છુપાવીને રાખ્યો હતો.
માતાએ 8 વર્ષ સુધી પુત્રને ગુપ્ત રીતે ઘરમાં રાખ્યો
રિપોર્ટ અનુસાર, સામાજિક કાર્યકર્તાએ દાવો કર્યો હતો કે, પીડિત રુડીની માતા જેની સેન્ટાનાએ તેને જૂઠું કહ્યું અને તેના પુત્રને લગભગ એક દાયકા સુધી ગુપ્ત રાખ્યો. આટલું જ નહીં તે તેની સાથે ગેરવર્તન પણ કરતી હતી. તે તેને પતિની જેમ તેની સાથે રહેવા મજબૂર કરતી હતી. તે કહેતી હતી કે, તું મારી સાથે તારા પપ્પાની જેમ વર્તન કર. એક્ટિવિસ્ટ ક્વેનેલ એક્સે દાવો કર્યો હતો કે, જેની સેન્ટાનાએ રૂડીને ધમકી આપી હતી કે, જો તે કોઈને કહેશે તો તે મુશ્કેલીમાં મુકાઈ જશે. તેણી તેની સામે પોલીસ ફરિયાદ પણ કરશે.
માતા પુત્રને પતિની જેમ સાથે રહેવા કહેતી
ફોક્સ 26 હ્યુસ્ટન વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં, સામાજિક કાર્યકર્તાએ ખુલાસો કર્યો કે, “પીડિતાની માતા તેને એક જ પથારીમાં સૂવા માટે કહેતી હતી. હકીકતમાં, 2015 માં, જેની સેન્ટાનાએ એક ફરિયાદ નોંધાવી હતી કે, રુડી હ્યુસ્ટનમાં તેના બે કૂતરાઓને ફરવા લઈ ગયા પછી ગુમ થઈ ગયો હતો. કૂતરાઓ મળી આવ્યા હતા પણ રૂડી ક્યાંય મળ્યો નહોતો. સામાજિક કાર્યકર્તાએ દાવો કર્યો હતો કે, રૂડી તેની માતાની ચંગૂલમાંથી આઝાદ થઈ મુક્ત જીવન જીવવા માંગે છે. તેનું કહવું છે કે, હું ગુલામની જેમ જીવીને કંટાળી ગયો છું.
હું ગુલામ બનવા માંગતો નથી
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિત એક દિવસ ચર્ચની બહાર જીવતો મળ્યો. આ કેસમાં પોલીસે કહ્યું કે, તે માત્ર એક દિવસ માટે ક્યાંક ગયો હતો પરંતુ તેની માતાએ જૂઠું બોલીને તેને આઠ વર્ષ સુધી ગુપ્ત રીતે પોતાની સાથે રાખ્યો હતો. તેની માતા છેલ્લા 8 વર્ષથી તેવું કહી છેતરતી રહી કે, રૂડી હજુ પણ ગુમ છે.
આ પણ વાંચો - ફ્રાન્સમાં શા માટે હિંસા થઈ રહી છે? અત્યાર સુધી 900થી વધુની ધરપકડ, સમજો 10 પોઈન્ટમાં વિગતો
જો કે, ધ ઈન્ડિપેન્ડન્ટના એક અહેવાલમાં જણાવાયું છે કે, પોલીસે તેની માતા દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહારના આરોપોને નકારી કાઢ્યા છે. પોલીસનું કહેવું છે કે, તેઓ કાલ્પનિક રિપોર્ટના આધારે આરોપો પર કાર્યવાહી કરશે નહીં. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, મૌખિક આરોપોને તથ્યો દ્વારા સાબિત કરી શકાય નહીં. જો કે સામાજીક કાર્યકર્તા પોતાના દાવા પર મક્કમ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us