Chinese Spy Balloon Controversy : ચીનના કથિત જાસૂસી બલૂનને લઇને સંબંધોમાં આવેલા કડવાહટ વચ્ચે અમેરિકા અને ચીનના નેતાઓ વચ્ચે મુલાકાત થઇ છે. વિદેશી મંત્રી એન્ટની બ્લિંકને ચીની રાજનયિક વાંગ યી સાથે મુલાકાત કરી અને અમેરિકી સંપ્રભુતાના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ચેતવણી આપી કે યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ પહોંચાડવાને લઇને ચીન પર પ્રતિબંધો લગાવી શકાય છે. બન્ને દેશોના નેતાઓ વચ્ચે મ્યૂનિખ સુરક્ષા સંમેલનની ઇતર આ મુલાકાત થઇ હતી.
વિદેશ મંત્રીએ ઉઠાવ્યો અમેરિકી સંપ્રભુતા અને આંતરરાષ્ટ્રીય કાનૂનના ઉલ્લંઘનનો મુદ્દો
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું કે વિદેશ મંત્રીએ અમેરિકી હવાઇ ક્ષેત્રમાં ચીનના જાસૂસી બલૂનના કારણે અમેરિકી સંપ્રભુતા અને આંતરરાષ્ટ્રીય કાનૂનના ઉલ્લંઘનના લઇને સીધી વાત કરી અને કહ્યું કે આ પ્રકારની બેજવાબદાર હરકત ફરીથી ના થવી જોઈએ. તેમણે કહ્યું કે મુલાકાત દરમિયાન બ્લિંકને સ્પષ્ટ કર્યું કે અમેરિકા પોતાની સંપ્રભુતાનું કોઇપણ ઉલ્લંઘન બર્દાશ્ત કરશે નહીં. ચીની બલૂન કાર્યક્રમમાં તેણે પાંચ મહાદ્વીપોના 40થી વધારે દેશોના હવાઇ ક્ષેત્રોમાં અતિક્રમણ કર્યું છે, દુનિયા સામે ખુલ્લો પડી ગયો છે.
આ પણ વાંચો – અમેરિકાના મિસિસિપીમાં ફાયરિંગ, 6ના મોત
બ્લિંકને ચીનના શીર્ષ રાજનિયક વાંગ યી સાથે મુલાકાત દરમિયાન રશિયા-યુક્રેનના મુદ્દા ઉપર વાત કરી. પ્રાઇસે જણાવ્યું કે યુક્રેન સામે રશિયાના ક્રુર યુદ્ધને લઇને વિદેશ મંત્રીએ ચેતવણી આપતા કહ્યું કે જો ચીન રશિયાનું સમર્થન કરે કે પ્રતિબંધોથી બચવામાં તેની સહાયતા કરશે તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.
ચીને અમેરિકાના દાવાને બેજવાબદાર ગણાવ્યા
બીજી તરફ વાંગ યી એ આ પ્રકરણને અમેરિકા દ્વારા નિર્મિત રાજનીતિક તમાશો કહ્યું અને તેના પર ચીનને રોકવા અને દબાવવા માટે બધા સાધનોનો ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે ચાઇનીઝ બલૂનને લઇને કરેલા અમેરિકાના દાવાને બેજવાબદાર ગણાવ્યા. અમેરિકા હવાઇ ક્ષેત્રમાં ચીનનું કથિત જાસૂસી બલૂન જોવા મળ્યું હતું. અમેરિકાનો દાવો હતો કે ચીને આ જાસૂસી બલૂન મોકલ્યું હતું. અમેરિકાએ તેને તોડી પાડ્યું હતું. જોકે ચીનનું કહેવું હતું કે આ એક સિવિલ બલૂન હતું જે મોસમ સંબંધિત રિસર્ચ કાર્ય માટે ઉપયોગ કરવામાં આવી રહ્યું હતું. આ અમેરિકાના હવાઇ ક્ષેત્રમાં ભટકી ગયું હતું.