scorecardresearch

ઑસ્ટ્રેલિયા AUKUS ભાગીદારી હેઠળ પરમાણુ સંચાલિત સબમરીન મેળવશે, શું છે આ ડીલ? જાણો

AUKUS Deal: ઓસ્ટ્રેલિયા, યુકે અને યૂએસ વચ્ચે AUKUS ભાગદારી થયેલી છે. આ ભાગીદારી અંતર્ગત ઓસ્ટ્રેલિયા વર્ષ 2030ની શરૂઆતમાં પાંચ વર્જીનિયા વર્ગની સબમરીન પ્રાપ્ત થશે. ત્યારે નવી પરમાણુ સંચાલિત સબમરીન SSN-AUKUS દેશો દ્વારા ત્રિપક્ષીય રીતે વિકસાવવામાં આવી રહી છે.

ઑસ્ટ્રેલિયા AUKUS ભાગીદારી ડીલ
ઑસ્ટ્રેલિયા AUKUS ભાગીદારી ડીલ વિશે સમજો

ચીનના દુષ્કર્મથી પરેશાન દુનિયાભરના દેશો તેની સામે જોરશોરથી પ્લાનિંગ કરી રહ્યા છે. સાઉથ ચાઈના સીથી લઈને વિશ્વના વેપારમાં ડ્રેગનની દખલગીરી પર શક્તિશાળી દેશો નજર રાખી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા ત્રિપક્ષીય સુરક્ષા જોડાણ ઓકસ હેઠળ પરમાણુ સંચાલિત સબમરીન મેળવવા જઈ રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના નેતાઓએ સોમવારે પરમાણુ સંચાલિત હુમલો સબમરીન ઓસ્ટ્રેલિયાને પહોંચાડવાની યોજનાનું અનાવરણ કર્યું. આ વ્યવસ્થા ઓસ્ટ્રેલિયા-યુનાઇટેડ કિંગડમ-યુનાઇટેડ સ્ટેટ્સ (AUKUS) દ્વારા ઉન્નત સુરક્ષા ભાગીદારી દ્વારા કરવામાં આવી હતી.

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની મહત્વાકાંક્ષાઓનો સામનો કરવાના હેતુથી સેંકડો અબજો ડોલરના રોકાણ સાથે સંકળાયેલું આ એક મોટું પગલું છે. આ ત્રણેય દેશોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનનો સામનો કરવાના પ્રયાસોના ભાગરૂપે 2021માં AUKUSની જાહેરાત કરી હતી.

સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ભાગીદારી હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સ ઓસ્ટ્રેલિયાને વર્ષ 2030ની શરૂઆતમાં જનરલ ડાયનેમિક્સ દ્વારા બનાવવામાં આવેલી ત્રણ યુએસ વર્જિનિયા-ક્લાસ પરમાણુ સંચાલિત સબમરીન વેચવા માંગે છે. જે પૈકી ઓસ્ટ્રેલિયા વધુ બે સબમરીન ખરીદવા માંગે છે.

જો કે બહુ-તબક્કાનો પ્રોજેક્ટ બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયન ઉત્પાદન અને નવા સબમરીન વર્ગ SSN-AUKUS ત્રણેય દેશોની શ્રેષ્ઠ તકનીકો અને ક્ષમતાઓ સાથે ત્રિપક્ષીય રીતે વિકસિત જહાજના સંચાલન સાથે સમાપ્ત થશે.

આ પણ વાંચો: કેનેડા વિઝા, સંપૂર્ણ અભ્યાસ કર્યો, નોકરી પણ લાગી, હવે 700 વિદ્યાર્થીઓ પાછા ઇન્ડિયા ડિપોર્ટ થશે, એક લાલચથી સામે આવ્યું ‘કૌંભાંડ’

નૌકાદળની આ ડીલ પર બીજિંગે આકરી પ્રતિક્રિયા આપી છે. બીબીસીએ અહેવાલ અનુસાર, બીજિંગના વિદેશ મંત્રાલયે મંગળવારે ત્રણેય દેશો પર ત્રુટિ અને ખત્તરાના માર્ગ પર આગળ વધવાનો આરોપ લગાવ્યો છે.

AUKUS શું છે?

AUKUSએ ઑસ્ટ્રેલિયા, UK અને US વચ્ચેનો 2021નો સંરક્ષણ કરાર છે. જે ઑસ્ટ્રેલિયાને પેસિફિક ક્ષેત્રમાં પરમાણુ સંચાલિત સબમરીનને તૈનાત કરવા માટે કરવામાં આવ્યો હતો. અધિકૃત રીતે આ સોદો “મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે” દેશોની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર આપવા માટે કરવામાં આવ્યો હતો. હકીકતમાં તે આ ક્ષેત્રમાં ચીનની મહત્વાકાંક્ષાઓનો સામનો કરવા માંગે છે.

મહત્વનું છે કે, ચીન દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં એક આક્રમક ખેલાડી રહ્યુ છે, જે સંસાધનથી સમૃદ્ધ પ્રદેશમાં પ્રાદેશિક દાવાઓ કરે છે, જે વિશ્વની સૌથી વ્યસ્ત શિપિંગ લેનને પણ હોસ્ટ કરે છે. તાઈવાન અને દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી આક્રમકતા પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જ્યારે ચીનની પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓએ સમગ્ર પશ્ચિમમાંથી તીવ્ર પ્રતિક્રિયાઓ મેળવી છે, ત્યારે ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગરમાં એક પારંપારિક કેન્દ્ર સૌથી વધુ અને સીધી રીતે અસર પહોંચી છે. આવામાં મહત્વપૂર્ણ વાત છે કે ઓસ્ટ્રેલિયાથી વિપરીત ચીન પાસે અનેક પરમાણુ સક્ષમ સબમરીન છે.

આ કારણથી આ ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયાની નૌસૈનિકની તાકત વધારવા માટે ભાગીદારી ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારે તે સમયે ઓસ્ટ્રેલિયાન તત્કાલિન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને AUKUSને ભાગીદારી તરીકે વણવ્યું હતું. આ પછી તેમણે જણાવ્યું હતું કે આ ભાગીદારી અમારી તકનીકિ, વૈજ્ઞાનિક, ઉધોગ, સરંક્ષણ દળો સહિત આ તમામને વધારે સુરક્ષા પ્રદાન કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા અને તે અંતત: દરેક માટે લાભન્વિત છે.

તાજેતરની જાહેરાત શું છે?

વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાવામાં આવેલી ફેક્ટ શીટમાં ઓસ્ટ્રેલિયા માટે “સૌથી વધુ પરમાણુ અપ્રસારની સ્થાપના કરતી વખતે” પરમાણુ સંચાલિત સબમરીન મેળવવા માટે “શ્રેષ્ઠ માર્ગ” દર્શાવવામાં આવ્યો હતો. યોજનામાં તબક્કાવાર અભિગમનો સમાવેશ થાય છે. જે SSN-AUKUSના ઉત્પાદન અને સંચાલનમાં પરિણમશે.

વર્ષ 2023ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન સૈન્ય અને નાગરિક કર્મચારીઓ યુએસ નેવી, યુકે રોયલ નેવી અને દેશોના સબમરીન ઔદ્યોગિક પાયામાં એમ્બેડ કરશે. આ પરમાણુ સંચાલિત સબમરીનને હેન્ડલ કરવા માટે ઓસ્ટ્રેલિયન કર્મચારીઓની તાલીમ અને વિકાસને વેગ આપશે.

સબમરીન રોટેશનલ ફોર્સ. 2027ની શરૂઆતમાં યુકે,યુએસએ પર્થ અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા નજીક HMAS સ્ટર્લિંગ ખાતે એક યુકે એસ્ટ્યુટ ક્લાસ સબમરીન અને ચાર યુએસ વર્જિનિયા ક્લાસ સબમરીનની રોટેશનલ હાજરી સ્થાપિત કરવાની યોજના બનાવી છે.

વર્ષ 2030 શરૂઆતમાં યુએસ ઑસ્ટ્રેલિયાને ત્રણ વર્જિનિયા-ક્લાસ સબમરીન વેચશે. તેમજ જો વધુ બે સબરીમનની જરૂર પડશે તો તેની પણ વ્યવસ્થા છે. આનાથી ઑસ્ટ્રેલિયાને પરમાણુ સંચાલિત સબમરીન ચલાવવામાં ખૂબ જ જરૂરી અનુભવ મળશે. આ સાથે તે વર્ષ 2040ના દાયકા સુધી SSN-AUKUS સામેલ થવા સુધી ઑસ્ટ્રેલિયાના પરંપરાગત સબમરીનના જૂના કાફલાને દૂર કરવા માટે એક સ્ટોપ-ગેપ ઉપાય પણ હશે.

યુકે સબમરીન ડિઝાઇન અને અદ્યતન યુનાઇટેડ સ્ટેટ્સ ટેકનોલોજીના સંયોજન સાથે SSN-AUKUS ઓસ્ટ્રેલિયા અને યુકે બંને માટે ભવિષ્યમાં થનારા હુમલા માટે આ સબમરીન હશે.ત્યારે આ બંને દેશો વર્ષના અંત પહેલા તેમના સ્થાનિક શિપયાર્ડમાં સબમરીન બનાવવાનું કામ આરંભ કરશે. યુકેને 2030ના અંતમાં તેનું પ્રથમ SSN-AUKUS પ્રાપ્ત થવાની અપેક્ષા છે અને ઓસ્ટ્રેલિયાને 2040ની શરૂઆતમાં સબમરીન પ્રાપ્ત થવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાને પરમાણુ સંચાલિત સબમરીન પ્રાપ્ત થશે, પરંતુ તે પરમાણુ શસ્ત્રોથી સજ્જ નહીં હોય. વ્હાઇટ હાઉસની ફેક્ટ શીટમાં જણાવ્યા અનુસાર, નવા જાહેર કરાયેલા સોદામાં દેશોની સંબંધિત અપ્રસાર જવાબદારીઓ પ્રત્યે “સ્પષ્ટ પ્રતિબદ્ધતા” સામેલ છે. તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક ક્ષમતાઓ તેમજ દેશોના સબમરીન દળોના વધુ એકીકરણની જોગવાઈઓ પણ સામેલ છે.

Web Title: Australia nuclear powered submarinnes aukus partnership deal explain

Best of Express