પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ ટ્રેન હાઇજેક કરી, 120થી વધારે લોકોને બનાવ્યા બંધક

Pakistan Train Hijack: પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ ચેતવણી આપી છે કે તેમની સામે કોઈપણ લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે

Pakistan Train Hijack: પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ ચેતવણી આપી છે કે તેમની સામે કોઈપણ લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
pakistan train, train

પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ ટ્રેન હાઇજેક કરી છે (Source: Wikimedia Commons/ Representational)

Pakistan Train Hijack News, Baloch Liberation Army: બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનના બોલનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરીને 120 યાત્રીઓને બંધક બનાવી સેનાના છ જવાનોની હત્યા કરવાની જવાબદારી લીધી છે. બીએલએએ ચેતવણી આપી છે કે તેમની સામે કોઈપણ લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે.

Advertisment

મીડિયા રિપોર્ટ મુજબ બલૂચ લિબરેશન આર્મીએ ટ્રેન પર ગોળીબાર કર્યો છે. આ પછી પ્રાંતીય સરકારે સ્થાનિક અધિકારીઓને કટોકટીનાં પગલાં લેવા સૂચના આપી છે. બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્વેટાથી પેશાવર જઇ રહેલી જાફર એક્સપ્રેસ પર પેહરો કુનરી અને ગદલાર વચ્ચે ભારે ગોળીબારના અહેવાલો છે. આ દરમિયાન કંટ્રોલર રેલવે મુહમ્મદ કાશિફે જણાવ્યું હતું કે નવ ડબ્બાવાળી આ ટ્રેનમાં આશરે 500 મુસાફરો સવાર હતા.

ટનલની અંદર ટ્રેનને રોકવામાં આવી

ડોનના અહેવાલ અનુસાર કંટ્રોલરે જણાવ્યું હતું કે ટ્રેનને ટનલ નંબર 8 માં હથિયારબંધ લોકોએ અટકાવી હતી. મુસાફરો અને સ્ટાફનો સંપર્ક સાધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક સત્તાવાર નિવેદન અનુસાર સિબી હોસ્પિટલમાં ઇમરજન્સી લાગૂ કરી દેવામાં આવી છે. એમ્બ્યુલન્સ અને સુરક્ષા દળો ઘટના સ્થળે રવાના થયા છે. જોકે રિંદેએ જણાવ્યું હતું કે પહાડી વિસ્તાર હોવાના કારણે અધિકારીઓને સ્થળ પર પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સિવિલ હોસ્પિટલ ક્વેટામાં ઇમરજન્સી જાહેર

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રેલવે વિભાગે બચાવ કાર્ય માટે વધુ ટ્રેનોને ઘટના સ્થળે મોકલી છે. આ ઘટનાનું પ્રમાણ અને આતંકવાદી તત્વોની સંભાવનાની જાણકારી મળી રહી છે. બલૂચિસ્તાન સરકારે તમામ સંસ્થાઓને સક્રિય રહેવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ લોકોને શાંત રહેવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.

Advertisment

આરોગ્ય વિભાગના પ્રવક્તાએ ડોનને જણાવ્યું હતું કે ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં પણ કટોકટી જાહેર કરવામાં આવી છે. બેગે જણાવ્યું હતું કે તમામ કન્સલ્ટન્ટ્સ, ડોકટરો, ફાર્માસિસ્ટ્સ, સ્ટાફ નર્સો અને પેરામેડિકલ સ્ટાફને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા છે.

પાકિસ્તાન વિશ્વ