જાપાનમાં વડાપ્રધાન ફુમિયો કિશિદાના ભાષણ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન ઘટનાસ્થળ પર વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ શનિવારે વડાપ્રધાન ફૂમિયો કિશિદા કો વાકાયામાથી નીકળી ગયા હતા. જાપાની સમાચાર સેવા જિજી પ્રમાણે 15 એપ્રિલે વાકાયામા શહેરમાં એક ભાષણ દરમિયાન વડાપ્રધાન ફુમિયો કિશિદાની પાસે એક પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી.
સમાચાર ફૂટેજમાં અધિકારીઓએ એક વ્યક્તિને પકડતા અને હટાવતા દેખાડ્યા છે. લોકોને પણ એ એરિયામાંથી હટાવ્યા અને વિસ્તાર ખાલી કરાવી દીધો હતો. આ ઘટનામાં કોઈ પ્રકારના જાનમાલનું નુકસાન થયું નથી. જાપાની મીડિયા અનુસાર પીએમ ફૂમિયો કિશિદાને ઘટના સ્થળથી સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે.