/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/pakistan-blast.jpg)
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં રવિવારે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો (Twitter)
Pakistan Khyber Pakhtunkhwa blast : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં રવિવારે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા છે અને 130થી વધુ લોકો ઇજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ જમિયત-ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠકને નિશાન બનાવી હતી અને ત્યાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી ચાલુ છે.
માહિતી મળી રહી છે કે મૃતકોની સંખ્યામાં ઘણો વધારો થઈ શકે છે, ઘણા લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ બની ગયો હતો. આ આતંકવાદી હુમલામાં જમિયત-ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ના મોટા નેતા મૌલાના જિયાઉલ્લાહ જાનનું પણ મોત થયું છે.
JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને વડા પ્રધાન શહેબાઝ શરીફ અને પ્રાંતના કાર્યપાલક મુખ્યમંત્રી આઝમ ખાનને ઘટનાની તપાસ કરવાની માંગ કરી છે. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને હોસ્પિટલમાં પહોંચીને રક્તદાન કરવા પણ વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે JUI કાર્યકરોએ શાંતિપૂર્ણ રહેવું જોઈએ અને સંઘીય અને પ્રાંતીય સરકારોએ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવી જોઈએ.
આ પણ વાંચો - પાકિસ્તાની અધિકારીનો મોટો ખુલાસો, ડ્રોનથી ભારતમાં સ્મગલિંગ કરી મોકલતા હતા ડ્રગ્સ
#UPDATE | At least 35 killed, 200 injured in suicide blast targeting JUI-F workers' convention in Bajaur, reports Pakistan's Geo English https://t.co/8RrO1a7YrF
— ANI (@ANI) July 30, 2023
મુખ્યમંત્રી આઝમ ખાને વિસ્ફોટની નિંદા કરી અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ખૈબર પખ્તુનખ્વાના ગવર્નર હાજી ગુલામ અલીએ જેયુઆઈએફના કેન્દ્રીય સભ્ય પણ છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં મોટાભાગના લોકોની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે.
પ્રારંભિક અહેવાલ સૂચવે છે કે તે એક આત્મઘાતી વિસ્ફોટ હતો. તપાસ માટે એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. રેસ્ક્યુ 1122ના પ્રવક્તા બિલાલ ફૈઝીએ ડૉન અખબારને જણાવ્યું કે પાંચ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ છે.
જિયો ન્યૂઝ પર બોલતા JUI-Fના નેતા હાફિઝ હમદુલ્લાએ કહ્યું કે તેઓ આજે સંમેલનમાં હાજરી આપવાના હતા પરંતુ કેટલીક અંગત પ્રતિબદ્ધતાઓને કારણે તેઓ આવી શક્યા નહીં. હું વિસ્ફોટની સખત નિંદા કરું છું અને તેની પાછળના લોકોને સંદેશ આપવા માંગુ છું કે આ જેહાદ નથી પરંતુ આતંકવાદ છે. આ માનવતા પર હુમલો છે. તેમણે માંગ કરી હતી કે વિસ્ફોટની તપાસ થવી જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us