BRICS : ઇરાન, સાઉદી અરબ અને યૂએઈ સહિત આ 6 દેશો બ્રિક્સમાં થયા સામેલ, હવે આ નામથી મળશે ઓળખ

BRICS summit 2023 : પીએમ મોદીએ કહ્યું કે ભારતનો એ મત રહ્યો છે કે નવા સદસ્યોના જોડાવાથી બ્રિક્સ એક સંગઠનના રુપમાં મજબૂત અને અમારા બધાના પ્રયાસોને એક નવું બળ આપનાર હશે. આ કદમથી વિશ્વના અનેક દેશોનો વિશ્વાસ વધારે મજબૂત થશે

BRICS summit 2023 : પીએમ મોદીએ કહ્યું કે ભારતનો એ મત રહ્યો છે કે નવા સદસ્યોના જોડાવાથી બ્રિક્સ એક સંગઠનના રુપમાં મજબૂત અને અમારા બધાના પ્રયાસોને એક નવું બળ આપનાર હશે. આ કદમથી વિશ્વના અનેક દેશોનો વિશ્વાસ વધારે મજબૂત થશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
BRICS | BRICS New Members | brics summit 2023

જોહાનિસબર્ગમાં ચાલી રહેલી બ્રિક્સની 15મી સમિટમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસાએ આ જાહેરાત કરી હતી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા (તસવીર - પીએમ નરેન્દ્ર મોદી ટ્વિટર)

BRICS New Members: બ્રિક્સમાં છ નવા દેશોને સદસ્યતા મળી ગઇ છે. ઇરાન, આર્જેન્ટિના, ઇથિયોપિયા, ઇજિપ્ત, યૂએઈ અને સાઉદી અરબનો બ્રિક્સમાં સમાવેશ કરાયો છે. આ સાથે બ્રિક્સને હવે બ્રિક્સ પ્લસ (BRICS PLUS)નામ આપવામાં આવ્યું છે. જોહાનિસબર્ગમાં ચાલી રહેલી બ્રિક્સની 15મી સમિટમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસાએ આ જાહેરાત કરી હતી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment

રામફોસાએ કહ્યું કે વિસ્તાર પ્રક્રિયાના પ્રથમ ચરણમાં અમારી સહમતિ છે. અન્ય ચરણ તેના પછી થશે. અમે ઇરાન, આર્જેન્ટિના, ઇથિયોપિયા, ઇજિપ્ત, યૂએઈ અને સાઉદી અરબને બ્રિક્સના પૂર્ણ સદસ્ય બનવા માટે આમંત્રિત કર્યા છે. આ દેશોની સદસ્યતા 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે.

પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને ખુશી છે કે ત્રણ દિવસની ચર્ચાથી ઘણા સકારાત્મક પરિણામ સામે આવ્યા છે. અમે બ્રિક્સની 15મી વર્ષગાંઠમાં તેનો વિસ્તાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેવું કે મેં કાલે કહ્યું હતું કે ભારતે બ્રિક્સની સદસ્યતામાં વિસ્તારનું હંમેશાથી પુરી રીતે સમર્થન કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતનો એ મત રહ્યો છે કે નવા સદસ્યોના જોડાવાથી બ્રિક્સ એક સંગઠનના રુપમાં મજબૂત અને અમારા બધાના પ્રયાસોને એક નવું બળ આપનાર હશે. આ કદમથી વિશ્વના અનેક દેશોનો વિશ્વાસ વધારે મજબૂત થશે.

આ પણ વાંચો - ભારતે બ્રિક્સના વિસ્તારનું સમર્થન કર્યું, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આનાથી લોકોના જીવનમાં આવી રહ્યા છે સકારાત્મક ફેરફાર

Advertisment

જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટ ચાલી રહી છે. આ સમિટમાં બ્રિક્સ ગ્રુપનો વિસ્તાર સૌથી મુખ્ય સબ્જેક્ટ છે. 40થી વધારે દેશોએ બ્રિક્સમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ દેશોમાંથી 23 દેશોએ તેની સદસ્યતા માટે અરજી પણ કરી છે.

બ્રિક્સ શું છે અને તેનું મહત્વ શું છે?

બ્રિક્સ એ પાંચ સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોનું જૂથ છે. તેના નામના જેટલા અક્ષરો છે તે કોઈના કોઇ દેશના નામ પર છે. BRICS માં B થી બ્રાઝિલ, R થી રશિયા, I થી ઇન્ડિયા, C થી ચીન અને S થી દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. 2001માં બ્રિક (BRIC)શબ્દનો સૌપ્રથમ વખત એક રિસર્ચ પત્રમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે તેમાં એસ અક્ષર દેખાતો નથી કારણ કે ત્યાં સુધી દક્ષિણ આફ્રિકા સમિટ સાથે સંકળાયેલું ન હતું. 2010માં જ્યારે દક્ષિણ આફ્રિકા પણ જોડાયું ત્યારે તેને બ્રિક્સ નામ આપવામાં આવ્યું હતું. હવે તેમા બીજા 6 નવા દેશો જોડાયા છે અને નામ બ્રિક્સ પ્લસ રાખવામાં આવ્યું છે.

જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ 2006માં બ્રિક્સે પહેલી વાર પોતાની બેઠક કરી હતી. તે વર્ષે ચાર દેશોના વિદેશ મંત્રીઓની એક મહત્વપૂર્ણ બેઠક પણ મળી હતી. ત્યાર બાદ બ્રિક્સની બેઠક વર્ષમાં એક વખત યોજાતી રહી છે. આ સમિટમાં તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સામેલ છે અને દરેક વખતે એક કોમન થીમ હેઠળ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.

ચીન રશિયા વિશ્વ PM Narendra Modi