Bus Accident in Senegal: આફ્રિકી દેશ સેનેગલમાં રવિવારે એક ભયાનક અકસ્માત થયો છે. બે બસોની ટક્કરમાં 40 લોકોના મોત થયા છે અને 87 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના સેન્ટ્રલ સેનેગલના કૈફરિન સ્થિત ગનીવી ગામમાં થયો છે. દેશના રાષ્ટ્રપતિ મૈકી સોલે (President Macky Sall) કહ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલા 40 લોકો માટે 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
રાષ્ટ્રપતિ મૈકી સોલે ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે હું ગનીબીમાં આજે થયેલા દુખદ અકસ્માતથી ઘણો દુખી છું. જેમાં 40 લોકોના મોત થયા છે અને ઘણા ગંભીર રુપથી ઇજાગ્રસ્ત થયા છે. હું પીડિતોના પરિવારો પ્રત્યે પોતાની હાર્દિંક સંવેદના વ્યક્ત કરું છું અને ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. રાષ્ટ્રપતિએ સોમવારથી ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો અને કહ્યું કે સડક સુરક્ષા ઉપાયો પર ચર્ચા કરવા માટે એક મંત્રાલય પરિષદનું આયોજન કરશે.
આ પણ વાંચો – યુકેના પીએમ ઋષિ સુનક ઇચ્છે છે બાળકો 18 વર્ષની ઉંમર સુધીમાં ગણિતનો અભ્યાસ કરે, ભારતમાં ગણિત શિક્ષણની સ્થિતિ શું છે?
સરકારી વકીલ શેખ ડિએંગે કહ્યું કે દુર્ઘટના રાષ્ટ્રીય સડક સંખ્યા 1 પર બસનું ટાયર પંચર થઇ ગયું અને બીજા દિશામાંથી આવી રહેલી અન્ય એક બસ સાથે ટકરાઇ હતી. જેથી બસ પલટી ગઇ હતી. તેમણે કહ્યું કે કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે.
સોશિયલ મીડિયા પર બસ દુર્ઘટનાની ઘણી તસવીરો સામે આવી છે. અકસ્માતમાં બસના ભુક્કા થઇ ગયા છે. રસ્તાના કિનારે કાટમાળ જોવા મળે છે. સ્થાનીય લોકોનું કહેવું છે કે ખરાબ રસ્તા અને ડ્રાઇવરો દ્વારા નિયમોનું પાલન ન કરવાના કારણે પશ્ચિમી આફ્રિકી દેશ સેનેગલમાં નિયમિત રુપથી દુર્ઘટના થાય છે.