Canada Calls India Foreign Threat Interference In Elections : ભારત અને કેનેડા વચ્ચે ફરી વિવાદ વધી શકે છે. કેનેડાએ ભારતને ‘વિદેશી ખતરો’ ગણાવ્યું છે. કેનેડાને ડર છે કે ભારત ત્યાંની સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે. અત્યાર સુધી ભારત સરકારે કેનેડાના આરોપોનો જવાબ આપ્યો નથી. ‘વિદેશી હસ્તક્ષેપ અને ચૂંટણી’ (Foreign Interference and Elections) નામના અહેવાલમાં ભારતને ખતરો ગણાવ્યો હતો અને ચેતવણી આપવામાં આવી હતી કે વિદેશી હસ્તક્ષેપ કેનેડાની લોકશાહીને નબળી બનાવી રહી છે.
કેનેડાનો ભારત પર ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ
ગ્લોબલ ન્યૂઝની રિપોર્ટ અનુસાર વિદેશી હસ્તક્ષેપ પરંપરાગત કૂટનીતિથી અલગ છે, કારણ કે તેમાં પબ્લિક નેરેટિવ અને નીતિ ઘડતરને પ્રભાવિત કરવા માટે ગોપનીયતા અને છેતરપિંડીનો ઉપયોગ કરવા માં આવે છે. આ પહેલીવાર છે જ્યારે કેનેડાએ ભારત પર ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે ચીન અને રશિયા પર પણ આ આરોપ લગાવ્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કેનેડાએ ચીનને અત્યાર સુધીનો સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો.
રિપોર્ટમાં જણાવ્યું છે કે, “એફઆઈ (વિદેશી હસ્તક્ષેપ) પ્રવૃત્તિઓ કેનેડાની લોકશાહીને નબળી પાડી રહી છે. તે બહુસાંસ્કૃતિક સમાજની સખત મહેનતથી હાંસલ કરેલી સામાજિક એકતાને નબળી પાડી રહ્યા છે અને કેનેડેના નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.”
ચીનને સૌથી મોટો ખતરો ગણાવ્યો
ચીનને એક મોટો ખતરો ગણાવતા, રિપોર્ટમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, “અમે જાણીએ છીએ કે PRCએ 2019 અને 2021ની ચૂંટણીઓને છૂપી રીતે અને ખોટી માહિતીથી પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો.”

ગ્લોબલ ન્યૂઝે કહ્યું કે, દસ્તાવેજોમાં કોઈ દેશનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ અન્ય અહેવાલોમાં ભારત અને ચીનને મોટા ખતરા તરીકે દર્શાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી હસ્તક્ષેપ ‘સાર્વભૌમત્વ, લોકશાહી પ્રક્રિયાઓ અને મૂલ્યોને નષ્ટ કરીને’ કેનેડા અને કેનેડિયનોને નુકસાન પહોંચાડે છે.
આ પણ વાંચો | કેનેડાએ વિદેશી વિદ્યાર્થીઓ પર શા માટે કાપ મૂક્યો, ભારતીયોને શું અસર થશે?
હરદીપ સિંહ નિજ્જરની હત્યાથી ભારત – કેનેડા વચ્ચે વિવાદ
નોંધનિય છે કે, પાછલા વર્ષે દિલ્હીમાં જી20 શિખર સમ્મેલનમાં એક દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસ્ટિન ટ્રુડોને કેનેડામાં વધતી અલગતાવાદી ગતિવિધિઓ પર ચેતવણી આપી હતી. આ પછી જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે કેનેડિયન નાગરિક અને આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ‘ભારત સરકારના એજન્ટો’નો હાથ હોઈ શકે છે. જો કે ભારતે આ આરોપને વાહિયાત ગણાવીને નકારી કાઢ્યા હતા.





