Canada PM Justin Trudeau On Nijjar Death controversy With India : ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારત તરફથી જોરદાર વળતો પ્રહાર કર્યા બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો ઘૂંટણીયે આવી ગયા છે. કેનેડાના પીએમ જસ્ટિન ટૂડો એ મંગળવારે કહ્યું કે કેનેડા ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા નથી. તેમણે કહ્યું કે કેનેડા એવું કહીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું નથી કે તેના એજન્ટ એક શીખ અલગતાવાદી નેતાની હત્યા સાથે જોડાયેલા છે, પરંતુ ઓટાવા ઈચ્છે છે કે, નવી દિલ્હી આ મુદ્દાને યોગ્ય રીતે ઉકેલે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે તેમને ઉશ્કેરવાનું કે વિવાદને વધારવાનું વિચારી રહ્યા નથી.
ભારત સાથે વેપાર વાટાઘાટો પહેલાની જેમ જ ચાલુ રહેશે – બ્રિટન
બ્રિટિશ સરકારે મંગળવારે કહ્યું હતું કે કેનેડામાં એક શીખ અલગતાવાદી નેતાની હત્યા સંબંધિત “ગંભીર આરોપો” ભારત સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટોને અસર કરશે નહીં. વડા પ્રધાન ઋષિ સુનકના પ્રવક્તાને જ્યારે ભારતના પીએમઓ ઓફિસ ’10 ડાઉનિંગ સ્ટ્રીટ’ ખાતે ભારત-યુકે સંબંધો પર આ મુદ્દાની અસર વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે બ્રિટન કેનેડિયન સત્તાવાળાઓ સાથે “નજીકથી સંપર્ક” જાળવી રહ્યા છે.
ભારતે કેનેડાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે આ દાવાઓને “વાહિયાત અને પાયાવિહોણા” ગણાવીને ફગાવી દીધા હતા. બ્રિટિશ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ આરોપો અંગે અમે કેનેડિયન સત્તાવાળાઓ સાથે સંપર્ક જાળવી રહ્યા છીએ. “જ્યારે કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા તેની તપાસ ચાલી રહી છે ત્યારે આ બાબતે ટિપ્પણી કરવી અયોગ્ય રહેશે.”
દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનની સુરક્ષા વધી
અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે “સાવચેતીના પગલા તરીકે કેનેડિયન હાઈ કમિશનની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.” એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ” સાવચેતીના પગલા તરીકે દિલ્હી પોલીસના જવાનોની સાથે અર્ધલશ્કરી દળોને કેનેડિયન હાઈ કમિશનની બહાર તૈનાત કરવામાં આવ્યા છે.” કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરને 18 જૂને કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં બે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આ પ્રાંતમાં ગુરુદ્વારા બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.