Chandrayaan 3 Landing : ચંદ્રયાન 3 નું ચાંદ પર સફળ લેન્ડિંગ થઇ ગયું છે. ભારતના ઘણા ભાગમાં ચંદ્રયાનની સફળતા માટે લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. પાકિસ્તાનના લોકો પણ ભારત માટે દુઆ માંગી રહ્યા હતા. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં સ્થાનીય લોકોએ ચંદ્રયાન 3 મિશન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે ભારતનું અંતરિક્ષ યાન ફક્ત ચંદ્રમાં પર જ નહીં, મંગળ ગ્રહ ઉપર પણ ઉતરી શકે છે. એક નાગરિકે કહ્યું કે ભારત અને પાકિસ્તાનની કોઇ સરખામણી નથી. ભારત દરેક ક્ષેત્રમાં અમારાથી આગળ છે.
પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ અભિનંદન પાઠવ્યા
ચંદ્રયાનાન સફળ લેન્ડિંગ પર પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ ભારતને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે બધા ચંદ્રયાન 3 ના ચાંદ પર ઉતરવાની રાહ જોઈ રહ્યા છે. ભારતીય વિજ્ઞાન સમુદાય અને અંતરિક્ષ વૈજ્ઞાનિકો માટે આજનો દિવસ ઘણો મહત્વપૂર્ણ છે. આ ખાસ દિવસ માટે ભારતના લોકોને અભિનંદન.
આ પહેલા તેમણે કહ્યું હતું કે પાક મીડિયાએ ચંદ્રયાન 3 ની ચંદ્રમા પર લેન્ડિંગને લાઇવ દેખાડવું જોઈએ. આપણા બધા માટે આ ઐતિહાસિક ક્ષણ છે. ભારતીયો માટે આ ઘણો ખાસ દિવસ છે. આ ખાસ દિવસ માટે ભારતના લોકો, વૈજ્ઞાનિકો અને અંતરિક્ષ સમુદાયને ઘણા-ઘણા અભિનંદન.
આ પણ વાંચો – ચંદ્ર પર ભારતનો સૂર્યોદય, ઈસરોએ રચ્યો ઇતિહાસ, ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડરનું થયું સફળ લેન્ડિંગ
ભારતે ઇતિહાસ રચ્યો
ચંદ્રયાન 3 ને ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કરાવીને ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારત આવી સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, સોવિયત યુનિયન (રશિયા) અને ચીને જ આવી સિદ્ધિ મેળવી છે. ભારતે દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચ્યો છે.





