Chandrayaan 3 Landing : 23 ઓગસ્ટની તારીખ ઇતિહાસના પાનાઓમાં સર્વિમ અક્ષરોમાં લખાશે. આ તારીખ હંમેશા યાદ રહેશે કે અંતરિક્ષની દુનિયામાં ભારતને મોટી સફળતા મેળવી. ઈસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો છે. આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચર્ચાનો વિષય છે. ભારતમાં બાળકોથી લઈને વૃદ્ધ દરેક નાગરિક આનંદથી ઝુમી રહ્યા છે. આવો જાણીએ દુનિયા આપણી સફળતા વિશે શું કહી રહી છે? દુનિયાભરના મોટા મીડિયા હાઉસ શું કહી રહ્યા છે?
વિદેશી મીડિયાએ શું લખ્યું?
ધ ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું છે કે તાજેતરની મૂન રેસમાં ભારત ચંદ્ર પર પહોંચવાની દોડમાં દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં ઉતરનાર પ્રથમ દેશ બન્યો. ભારતના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં ઉતર્યા હતા. ભારત ચંદ્રના આ ભાગમાં ઉતરનાર પ્રથમ દેશ અને ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ બની ગયો છે.
અલ જઝીરાએ લખ્યું કે ભારત ચંદ્ર પર છે. તુર્કીના સત્તાવાર સમાચાર ટીઆરટી વર્લ્ડે લખ્યું કે ઐતિહાસિક સિદ્ધિ. સીએનએનએ લખ્યું કે ચંદ્ર પર સ્પેસક્રાફ્ટ ઉતારનાર ભારત ચોથો દેશ બન્યો છે.
આ પણ વાંચો – ચંદ્રયાન 3 : લેન્ડિંગ પછી લેન્ડર વિક્રમે મોકલી પ્રથમ તસવીર, આવો દેખાય છે ચંદ્રનો દક્ષિણ ભાગ
BBCએ પણ ચંદ્રયાન 3 ઇવેન્ટને લાઇવ કવર કરી હતી. બીબીસીએ લખ્યું કે ભારતે ઇતિહાસ રચી દીધો છે. સાઉથ પોલની નજીક ચંદ્રયાન 3 ની લેન્ડિંગ સફળ.
પાકિસ્તાની મીડિયાએ પણ ભારતની આ સફળતાને કવર કરી છે. પાકિસ્તાનના લીડિંગ અખબાર ધ ડોને ભારતની આ સફળતાના સમાચારને ટોપ-5 સમાચારમાં સ્થાન આપ્યું હતું. અખબારે લખ્યું કે આપણા પડોશી દેશમાંથી મોટા સમાચાર આવ્યા છે. ભારતે સ્પેસ સેક્ટરમાં દુનિયાની સામે એવી મિસાલ કાયમ કરી છે, જેને હવે બધા દેશો ફોલો કરવા માંગશે. અમે તેમને અભિનંદન પાઠવીએ છીએ