ઇસરોએ ચંદ્રયાન 3 ને બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતારીને ઇતિહાસ રચી દીધો છે. આ વખતે સફળતાની સાથે ભારત ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર ચંદ્રયાન ઉતનારના દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. જ્યારે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બની ગયો છે. આ પહેલા રશિયા, ચીન અને અમેરિકાએ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ભારતની આ સફળતા પર દેશ અને દુનિયાના તમામ મોટા નેતાઓને પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી.
દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં કાલે બ્રિક્સ શિખર સમ્મેલન દરમિયાન રાત્રિ ભોજનમાં વિશ્વના અનેક નેતાઓને ચંદ્રયાન 3ની સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. અમેરિકા અને યુરોપની અંતરિક્ષ એજન્સીઓએ બુધવારે ચંદ્ર પર ચંદ્ર મિશનની સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથા દેશ બનવા પર ભારતને શુભેચ્છાઓ પાઠવી હતી. અને ઇસરોની આ ઉપલબ્ધિને અંતરિક્ષ ઇતિહાસમાં એક અતુલ્ય ક્ષણ જાહેર કરી હતી. ભારતીય સમુદાયના લોકોને ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેયર પર ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગનો જશ્ન ઉજવ્યો છે.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ભારતને આપી શુભેચ્છાઓ
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તાર પર ચંદ્રયાન 3ની એતિહાસિક લેન્ડિંગ માટે ભારતને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે આ અભિયાનમાં સામેલ દરેક વૈજ્ઞાનિકો અને એન્જીનિયરો માટે આ એક અવિશ્વનીય ઉપલબ્ધિ છે. અમે આ મિશન અને અંતરિક્ષ અન્વેષણમાં તમારી સાથે વધારે વ્યાપર ભાગીદારી પર ગર્વ છે. વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન 3ની ચંદ્ર પર સફળ લેન્ડિંગ પર શુભેચ્છાઓ માટે દુનિયાભરના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ બુધવારે ટ્વીટ કર્યું કે અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિઓ માટે દક્ષિણ આફ્રિકાના અમારા પ્રવાસી ભારતીયોનો ઉત્સાહ વાસ્તવમાં ખુશી આપનારો છે. વડાપ્રધાને બુધવારે જોહાન્સબર્ગની એક હોટલમાં એકત્ર થયેલા ભારતીયોને અભિવાનદ કરતા પોતાની તસવીર શેર કરી હતી.
NASA પ્રમુખે આપી શુભેચ્છા
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના પ્રમુખ બિલ નેલ્સને સોશિયલ મીડિયા મંચ ટ્વિટર પ ચંદ્રમા દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન 3ની સફળતાપૂર્વક લેન્ડિંગ માટે ઇસરોને શુભેચ્છા. ચંદ્ર પર અંતરિક્ષ યાનની સફળતા પૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરાવનાર ચોથો દેશ બનવા પર ભારતને શુભેચ્છાઓ. આ મિશનમાં તમારા ભાગીદાર બનીને ખુશી થઈ રહી છે.
યુએઈના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતના ચંદ્રયાન 3 અંતરિક્ષ યાનની સફળ ચંદ્ર લેન્ડિંગ સામૂહિક વૈજ્ઞાનિક પ્રગતિ માટે એક મહત્વપૂર્ણ છલાંગ છે. હું માનવ જાતિ માટે સેવામાં આ ઐતિહાસિક ઉપલબ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકોની હાર્દિક શુભેચ્છાઓ આપું છું. યુરોપીયન યુનિયનના અધ્યક્ષે લખ્યું કે ચંદ્રયાન 3ની સફળ લેન્ડિંગ માટે નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ.. ભારતીય લોકો માટે એક એતિહાસિક માઇલ સ્ટોન અને ગર્વની ક્ષણ છે. ભારત આંતરરાષ્ટ્રિય અન્વેષણમાં સાચો અગ્રણી બની ગયો છે. ભારતની આ સફળતા માટે દુનિયાભરના શોધકર્તાઓને લાભ થશે.
ચંદ્રની સપાટી પર ઉતર્યું ચંદ્રયાન 3
ચંદ્રયાન 3 મિશનના લેન્ડર વિક્રમે ચંદ્રમાની સપાટી ઉપર ઉતરવા માટે અપેક્ષાકૃત એક સમતલ ક્ષેત્ર પસંદ કર્યું હતું. તેના કેમેરાથી લીધેલી તસવીરથી એ જાણવા મળે છે કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ કહ્યું કે વિક્રમને સફળતા પૂર્વ ચંદ્રમા પર પહોંચાડ્યા બાદ તરત લેન્ડિંગ ઇમેજ કેમેરાએ આ તસવીર કેદ કરી હતી. તસવીર ચંદ્રયાન 3 લેન્ડિંગ સ્થળનો એક હિસ્સો દેખાડે છે. ઇસરોએ કહ્યું કે લેન્ડરનો એક પગર અને તેનો પડછાયો પણ દેખાય છે.





