OpenAI President Greg Brockman Resigns After Sam Altman Exit: ઓપનએઆઈના (OpenAI) હાઈ-પ્રોફાઈલ સીઈઓ સેમ ઓલ્ટમેનને કંપનીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ઓપનએઆઈના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શુક્રવારે બપોરે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે હાલમાં કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે ફરજ બજાવતા મીરા મૂર્તિને વચગાળાના સીઈઓ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. આ અગાઉ સેમ ઓલ્ટમેન ટેક ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ઝડપથી આગળ વધારનાર એક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા.
સેમ ઓલ્ટમેનને હાંકી કાઢવાની પહેલા કંપનીના ડિરેક્ટર બોર્ડે તેની સમીક્ષા કરી અને કહ્યું કે, તે સુવ્યવસ્થિત કોમ્યુનિકેશન કરવામાં સક્ષમ નથી. તેનાથી જવાબદારી પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. કંપનીના બોર્ડને હવે સેમ ઓલ્ટમેન પર વિશ્વાસ રહ્યો નથી.
ઓપનઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટી (ChatGPT OpenAI fires CEO Sam Altman)
તો સેમ ઓલ્ટમેને સોશિયલ મીડિયા ટ્વિટર પર લખ્યું, ‘મને ઓપનઆઈ’માં પોતાનો સમય બહુ પસંદ આવ્યો. તે વ્યક્તિગત રીતે મારા માટે અને દુનિયા માટે અપેક્ષિત છે કે થોડુંક પરિવર્તનશીલ રહ્યુ. પ્રતિભાશાળી લોકોની સાથે કામ કરવું મને સૌથી વધારે પસંદ આવ્યું. મારી પાસે વાતો કરવા માટે ઘણુ બધુ છે. તે વિશે પાછળથી જણાવીશ.
ઓપનઆઈના પ્રેસિડેન્ટ ગ્રેગ બ્રોકમેનનું પણ રાજીનામું (OpenAI President Greg Brockman Resigns)
સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટી બાદ ઓપનઆઈના પ્રેસિડેન્ટ ગ્રેગ બ્રોકમેને પણ પોતાના પદેથી રાજીનામું આપવાની ઘોષણા કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, 8 વર્ષ પહેલા મારા એપાર્ટમેન્ટમાં શરૂઆત કર્યા બાદ આપણે બધાએ મળીને જે કંઇ પણ બનાવ્યું છે, તેના પર મને ગર્વ છે. અમે એક સાથે મુશ્કેલ અને સારો સમય વિતાવ્યો છે. આટલા બધા કારણો હોવા છતાં કંઇક હાંસલ કરવું અસંભવ હોવું જોઇતુ હતુ, પરંતુ આજની સૂચનાના આધારે મે પદ છોડું દીધી છે.
સેમ ઓલ્ટમેન માટે મોટા ફટકા સમાન ઘટના
ઓપનઆઈ કંપનીમાંથી હકાલપટ્ટી ટેક લિડર્સ 38 વર્ષીય સેમ ઓલ્ટમેન માટે મોટા ફટકા સમાન ઘટના છે, જે છેલ્લા એક વર્ષમાં ટેક ઉદ્યોગના સૌથી અગ્રણી એક્ઝિક્યુટિવ તેમજ તેના સૌથી આકર્ષક મેળવનાર સીઇઓ એક બની ગયા હતા. થોડાક મહિના અગાઉ ઓપનએઆઈએ જ્યારે ઓનલાઈન ચેટબોટ ચેટજીપીટી રીલીઝ કર્યું ત્યારે એઆઈ વિશે સમગ્ર ઉદ્યોગોજગતમાં આક્રોશ જોવા મળ્યો હતો.