ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત્, વર્ષ 2023માં 10 લાખ લોકોના મોત થવાની ચેતવણી

Chian Covid 19 death IHME report: ચીને વર્ષ 2023માં પણ કોરોના મહામારીનો (Covid 19 pandemic) કહેર સહન કરવો પડશે. અમેરિકાના IHME રિપોર્ટ (IHME report) અનુસાર આગામી વર્ષે ચીનમાં કોવિડ-19ના સંક્રમણથી 10 લાખ લોકોના મોત (Chian Covid 19 death) થવાની આશંકા છે, લગભગ ત્રીજા ભાગની વસ્તી આ જીવલેણ વાયરસથી સંક્રમિત (China COVID 19 cases) થશે.

Written by Ajay Saroya
Updated : December 21, 2022 16:30 IST
ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત્, વર્ષ 2023માં 10 લાખ લોકોના મોત થવાની ચેતવણી

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોવિડ-19 વાયરસની મહામારી હજી પણ ચીનમાં કહેર વરતાવી રહી છે. વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં ચીનમાં કોરોના વાયરસનો પહેલો કેસ મળ્યો હતો. આ મહામારી ફેલાયાના ત્રણ વર્ષ બાદ પણ ચીનમાં તેનો કહેર ચાલુ રહ્યો છે અને વર્ષ 2023માં પણ આ વાયરસ મોટી સંખ્યામાં લોકોનો ભોગ લેશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ચીનમાંથી કોરોના વાયરસની મહામારી ફેલાઇ હતી અને માર્ચ 2020ના અંતમાં સમગ્ર દુનિયાભરમાં લોકડાઉન કરવુ પડ્યુ હતુ.

ચીનમાં સતત ચોથા વર્ષે કોરોનાનો કહેર

કોરોના મહામારીના ઓછાયા હેઠળ ત્રણ વર્ષ વિત્યા બાદ સતત ચોથા વર્ષેય કોરોના મહામારી ચીનમાં પોતાનો કહેર વતરાવશે. અમેરિકા સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME)ના નવા સ્ટડી રિપોર્ટ અનુસાર ચીન દ્વારા વર્ષ 2023માં COVID-19 પ્રતિબંધો હટાવવાથી વાયરસના કેસોનો વિસ્ફોટ થઈ શકે છે અને 10 લાખથી વધુ લોકોના મોત થવાની સંભાવના છે. IHMEના અનુમાન મુજબ ચીનમાં 1 એપ્રિલ 2023ની આસપાસ કોરોના સંક્રમણના કેસોની સંખ્યા પીક પર પહોંચી જશે અને મૃત્યુઆંક 3,22,000 સુધી પહોંચવાની આશંકા છે. IHMEના ડિરેક્ટર ક્રિસ્ટોફર મુરેએ કહ્યું કે, એપ્રિલ 2023 સુધીમાં તો ચીનની લગભગ ત્રીજા ભાગની વસ્તી આ જીવલેણ વાયરસથી સંક્રમિત થઈ ગઈ હશે.

એપ્રિલ 2023માં 10 લાખથી વધુ લોકોના મોત થવાની આશંકા

અમેરિકા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME)ના અભ્યાસ મુજબ, ચીનના કડક COVID-19 પ્રતિબંધોને કારણે વર્ષ 2023 સુધીમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો વિસ્ફોટ અને 10 લાખથી વધુ લોકોના મોત થવાની આશંકા છે. IHMEના ડિરેક્ટર ક્રિસ્ટોફર મુરેએ કહ્યું કે ત્યાં સુધીમાં ચીનની લગભગ ત્રીજા ભાગની વસ્તી સંક્રમિત થઈ ગઈ હશે.

ચીનની નેશનલ હેલ્થ ઓથોરિટીએ કોવિડ પ્રતિબંધો હટાવ્યા પછી કોરોના વાયરસથી થયેલા મોતની કોઈ સત્તાવાર જાણકારી આપી નથી. ચીનમાં કોરોના વાયરસના સંક્રમણથી સત્તાવાર મોત છેલ્લે 3 ડિસેમ્બર 2022ના રોજ નોંધાયું હતું. બેઇજિંગના સત્તાવાર આંકડા અનુસાર, કોરોના મહામારીને કારણે કુલ 5,235 લોકોના મોત થયા છે. ચીને જાહેર વિરોધ બાદ ડિસેમ્બરમાં કડક કોરોના પ્રતિબંધો હટાવ્યા હતા અને હવે આ જીવલેણ વાયરસના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે.

ચીને ‘ઝીરો કોવિડ પોલિસી’ હળવી કરી

IHMEના ડિરેક્ટર ક્રિસ્ટોફર મુરેએ કહ્યું, “કોઈએ વિચાર્યું ન હતું કે તેઓ ઝીરો-કોવિડ પોલિસી ચાલુ રાખશે, જ્યાં સુધી કે તેમણે આવું કર્યું નથી. ચીનની ઝીરો-કોવિડ પોલિસી વાયરસના જૂના વેરિયન્ટને કાબુમાં રાખવામાં અસરકારક હોઈ શકે છે, પરંતુ ઓમિક્રોન વેરિઅન્ટની હાઇ ટ્રાન્સમિસિબિલિટીએ તેને લાગુ કરવાનું અશક્ય બનાવ્યું છે.

નિષ્ણાતોનું માનવું છે કે ચીનની લગભગ 60 ટકા વસ્તી છેવેટ વાયરસતી સંક્રમિત થઇ જશે. તેમણે આગામી જાન્યુઆરીમાં વાયરસનો પ્રકોપ ફાટી નીકળવાની આગાહી કરી છે. આ સમય દરમિયાન નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો જેમ કે વૃદ્ધો અને જેઓ પહેલાથી અન્ય કોઇ બીમારીનો સામનો કરી રહ્યા છે તેઓ વાયરસથી સંક્રમિત થવાનું સૌથી વધુ જોખમ રહેલુ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ