ચીન દ્વારા વધુ એક મૂન મિશન શરૂ, જાણો આ ચાંગ ઇ6 સેટલાઇટ કેટલું ખાસ છે?

China Moon Mission: ભારતના ચંદ્રયાન 3ની સફળતા બાદ ચીને દ્વારા હવે ચંદ્ર પર એક નવું મિશન શરૂ કર્યું છે. ચીન આ પહેલા ચંદ્ર સાથે જોડાયેલા ઘણા મિશનમાં સફળ રહ્યું છે.

Written by Ajay Saroya
May 04, 2024 22:38 IST
ચીન દ્વારા વધુ એક મૂન મિશન શરૂ, જાણો આ ચાંગ ઇ6 સેટલાઇટ કેટલું ખાસ છે?
ચીન દ્વારા ચંદ્ર પર ચાંગ ઇ6 સેટલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે. (Photo - IAF)

China Moon Mission: ચીને હાલમાં જ પોતાનો નવો મૂન મિશન પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ મૂન મિશન અંતર્ગત 3 મેના રોજ પાડોશી દેશે એક શક્તિશાળી રોકેટ લોન્ચ કર્યું હતું. જો તેમાં સફળતા મળશે તો ચંદ્રના એ ભાગમાંથી નમૂના પાછા લાવવાનું વિશ્વનું પહેલું મિશન હશે, જેને પૃથ્વી પરથી ક્યારેય જોઇ શકાતો નથી. ચીન માટે આ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવે છે.

ચીન દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ અવકાશયાનને મૂળે અગાઉના મિશન ચાંગે 5ના બેકઅપ તરીકે જોવામાં આવ્યું હતું, જે વર્ષ 2020માં ચંદ્ર પર 1.73 કિલોગ્રામ ચંદ્ર રેગોલિથ એટલે કે માટી લઇને લાવ્યા હતા. ચાંગ’ઇ 6 મિશનના ચાર અલગ અલગ અંતરિક્ષય યાનને ચંદ્રના દૂરના ભાગથી 2 કિલો સુધીના રેગોલિથને સફળતાપૂર્વક પૃથ્વી પર લાવવા માટે સંકલનનું કામ કરશે.

વર્ષ 1959માં, જ્યારે સોવિયેત યુનિયનના લુના 3 પ્રોબે ચંદ્રની દૂરની બાજુની પ્રથમ તસવીરો ખેંચી હતી, જેમાં ભારે ખાડાવાળી સપાટી દેખાઇ હતી, ચાંગ’ઇ 6નો હેતુ સૌથી જૂના ચંદ્ર પ્રભાવ ક્રેટર, દક્ષિણ ધ્રુવ-એટકેન બેસિન થી સેમ્પલ એક્ત્ર કરવાનો છે.

ચીનનું આ મિશન ક્યાં પહોંચશે?

ચાંગ’ઇ ૬ મિશન અંશત: ચંદ્ર ક્ષેત્રની સપાટીના અંધારા ખાળામાં પાણી અને બરફની શોધ અને ભવિષ્યના ઠેકાણા સાથે સંબંધિત છે. આ ચીનને ચંદ્રનો દૂરનો ભાગ શેનો બનેલો છે અને તે કેટલો જૂનો છે તે જાણવાની નજીક લાવશે. તે આપણને સૌરમંડળના પ્રારંભિક ઇતિહાસને સમજવામાં મદદ કરશે.

મોડ્યુલ નમૂનાઓ સાથે પૃથ્વી પર પાછા આવશે

ચાંગે ૬ મિશન રચનાત્મક આંતરરાષ્ટ્રીય સહકારનું ઉદાહરણ છે. ચીન ના આ મૂન મિશનમાં ફ્રાન્સ, ઇટાલી, પાકિસ્તાન અને સ્વીડન દ્વારા પૂરા પાડવામાં આવેલા ઉપકરણોનો સમાવેશ થાય છે. આ મિશનમાં પાકિસ્તાનનો એક ઉપગ્રહ પણ સામેલ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ચાંગ’ઈ-6 એક મિશન છે જે 53 દિવસ સુધી ચાલનાર મિશન છે. ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ મિશનનું ઓર્બિટર ઉપગ્રહની પરિક્રમા કરશે જ્યારે તેનું લેન્ડર ચંદ્રની સપાટી પર 2,500 કિલોમીટર પહોળા દક્ષિણ ધ્રુવ-એઇટકેન બેસિનમાં ઉતરશે.

જાણકારી મુજબ સ્કૂપિંગ અને ડ્રિલિંગ મારફતે નમૂનાઓ એકત્રિત કર્યા પછી, લેન્ડર એક એસેન્ટ વ્હીકલ લોન્ચ કરશે, જે નમૂનાઓને ઓર્બિટરના સર્વિસ મોડ્યુલમાં સ્થાનાંતરિત કરશે. ત્યારબાદ આ મોડ્યુલ પૃથ્વી પર પરત ફરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ