/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/kelly.jpg)
નિક્કી હેલીઃ (ફોટો સ્ત્રોત:@steinhauserNH1)
અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની રેસમાં રહેલી નિક્કી હેલીએ ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચીન અમેરિકા અને સમગ્ર વિશ્વના અસ્તિત્વ માટે મોટો ખતરો છે. ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું હોવાનો પણ દાવો કર્યો છે. ચીન છેલ્લા પચાસ વર્ષથી અમેરિકાને હરાવવાનું કાવતરું કરી રહ્યું છે અને ઘણી રીતે ચીની સેનાની ક્ષમતા અમેરિકન સેનાની સમકક્ષ છે.
નિક્કી હેલી શુક્રવારે ન્યૂ હેમ્પશાયરમાં અર્થવ્યવસ્થા પર ભાષણ આપી રહી હતી. આ દરમિયાન નિકીએ કહ્યું, 'ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે, તેઓ એક મોટી અને એડવાન્સ સેના બનાવવા માંગે છે, જે અમેરિકાને ડરાવવામાં સક્ષમ છે. આના દ્વારા તેઓ એશિયા અને તેનાથી આગળ પોતાનો પ્રભાવ વધારવા માંગે છે. ચીનની સેના કેટલીક બાબતોમાં આપણી બરાબર છે તો કેટલીક બાબતોમાં તે આપણાથી પણ આગળ છે.
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારે કહ્યું કે ચીનના નેતાઓને એટલો વિશ્વાસ છે કે તેઓ તેમના જાસૂસી ફુગ્ગાઓ આપણા એરસ્પેસમાં મોકલી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ક્યુબા નજીક જાસૂસી માટે બેઝ પણ બનાવી રહ્યા છે. કમ્યુનિસ્ટ પાર્ટી યુદ્ધની તૈયારી કરી રહી છે અને ચીનના નેતાઓ જીતવા માગે છે.
તેમણે આરોપ લગાવ્યો કે ચીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અમેરિકા પાસેથી નોકરીઓ છીનવી લીધી છે. તેણે અમેરિકાના વેપાર રહસ્યો લઈને મોટા ઉદ્યોગો પર કબજો જમાવ્યો છે. આ ઉદ્યોગોમાં દવાથી લઈને અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે ચીન રેકોર્ડ સમયમાં આર્થિક રીતે પછાત દેશમાંથી વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.
આ દરમિયાન નિક્કી હેલીએ પોતાની આર્થિક યોજના શેર કરી. હેલીએ કહ્યું કે જો તે અમેરિકાની રાષ્ટ્રપતિ બનશે તો લોકોના જીવનમાં કેવા ફેરફારો લાવશે? હેલીએ ટેક્સ કાપ, નોકરિયાતોના કાર્યકાળ પર મર્યાદા નક્કી કરવા અને બિનજરૂરી બિલો દૂર કરવાની વાત કરી. આ પહેલા ભારતીય મૂળના અન્ય એક રાષ્ટ્રપતિ વિવેક રામાસ્વામીએ ચીનથી આર્થિક સ્વતંત્રતાની વાત કરી હતી. તેમણે કહ્યું કે હું ભારત સહિત અન્ય દેશો સાથે સંબંધો વધુ સુધારવા માંગુ છું. જેથી ચીન પરની આપણી નિર્ભરતા ઓછી થાય.
કોણ છે નિક્કી હેલી?
યુએનમાં એમ્બેસેડર અને સાઉથ કેરોલિનાના ગવર્નર રહી ચૂકેલી નિક્કીનો જન્મ 1972માં અમેરિકામાં થયો હતો. તેનું અસલી નામ નમ્રતા નિક્કી રંધાવા છે. પિતા અજીત સિંહ રંધાવા પત્ની રાજ કૌર સાથે પીએચડી કરવા માટે 1960માં અમૃતસરથી અમેરિકામાં સ્થાયી થયા હતા. 51 વર્ષની નિક્કી ટ્રમ્પની કટ્ટર વિરોધી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us