China : ચીનમાં બે ટ્રેનોની ટક્કરમાં 515 ઇજાગ્રસ્ત, 102ના હાડકા તૂટ્યા, ભારે હિમવર્ષા બતાવવામાં આવી રહ્યું છે કારણ

China Train Accident : બેઇજિંગના પશ્ચિમી પર્વતીય વિસ્તારમાં ચાંગપિંગ લાઇન પર ગુરુવારે સાંજે આ અકસ્માત થયો હતો, સબવે ટ્રેનના ડબ્બા અલગ થઈ ગયા

China Train Accident : બેઇજિંગના પશ્ચિમી પર્વતીય વિસ્તારમાં ચાંગપિંગ લાઇન પર ગુરુવારે સાંજે આ અકસ્માત થયો હતો, સબવે ટ્રેનના ડબ્બા અલગ થઈ ગયા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
china train accident | china | train accident

ચીનમાં બે ટ્રેનોની ટક્કરમાં 515 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે (પ્રતિકાત્મક તસવીર)

China Train Accident : ચીનની રાજધાની બેઈજિંગમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ભારે હિમવર્ષા વચ્ચે બે સબવે ટ્રેન વચ્ચે ટક્કર થતા ઓછામાં ઓછા 515 લોકો ઇજાગસ્ત થયા હતા. ગુરુવારે સાંજે બેઇજિંગની ચાંગપિંગ લાઇન પર એક સબવે ટ્રેનના ડબ્બા અલગ થઈ ગયા હતા, જેમાં 500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને 100થી વધુ લોકોના હાડકાં તૂટી ગયા હતા.

Advertisment

બેઇજિંગ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિશને જણાવ્યું હતું કે આ અકસ્માત ગુરુવારે સાંજે લગભગ 7 વાગ્યે થયો હતો. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોમાં 102ને ફ્રેક્ચર થયું છે. બેઇજિંગના પશ્ચિમી પર્વતીય વિસ્તારમાં ચાંગપિંગ લાઇન પર ગુરુવારે સાંજે આ અકસ્માત થયો હતો. શહેરની પરિવહન ઓથોરિટીએ શુક્રવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે લપસણા ટ્રેકને કારણે આગળની ટ્રેન રોકી દીધી હતી. પાછળથી આવતી ટ્રેન સમયસર બ્રેક લગાવી શકી ન હતી અને તે લપસી ગઈ હતી.

ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના એક નિવેદન અનુસાર, ઇમરજન્સી મેડિકલ કર્મચારીઓ, પોલીસ અને પરિવહન અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાત્રે લગભગ 11 વાગ્યા સુધીમાં તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે 25 મુસાફરો નિરીક્ષણ હેઠળ છે, શુક્રવારે સવાર સુધીમાં 67ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બેઇજિંગ સબવેના જણાવ્યા અનુસાર ચાંગપિંગ લાઇનના કેટલાક ભાગો અવરજવર માટે કાર્યરત રહ્યા હતા. આ સાથે જ કંપનીએ આ દુર્ઘટના માટે માફી માંગી છે અને કહ્યું છે કે ઘાયલ યાત્રીઓની સારવાર કરવાની વાત કહી છે.

બેઇજિંગમાં ભારે હિમવર્ષા

બુધવારે બેઇજિંગમાં ભારે હિમવર્ષા શરૂ થઈ હતી, જેના કારણે કેટલીક ટ્રેનોને રોકવાની ફરજ પડી હતી અને શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. શહેરમાં વધુ બરફ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આખી રાત તાપમાનનો પારો માઈનસ 11 ડિગ્રી રહ્યો હતો. ઉત્તરી ચીનમાં બરફના તોફાનથી કોઈ જાનહાનિના તાત્કાલિક અહેવાલ નથી.

Advertisment

આ પણ વાંચો - માલદીવ તરફથી ભારતને વધુ એક ઝટકો! સૈનિકો પાછા ખેંચી લેવા કહ્યા બાદ હવે તોડ્યો આ ખાસ કરાર

ભારે બરફ અને ખરાબ હવામાનને કારણે બેઇજિંગના રેલવે સ્ટેશનોએ ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં ઓછામાં ઓછી 153 ટ્રેનો રદ કરી હતી. બેઇજિંગ મ્યુનિસિપલ એજ્યુકેશન કમિશનના જણાવ્યા અનુસાર બેઇજિંગમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને બાલમંદિરોએ બુધવારે વર્ગો સ્થગિત કરવાનું શરૂ કર્યું હતું અને વ્યક્તિગત વર્ગો ફરીથી શરૂ કરવાની જાહેરાત પછીથી કરવામાં આવશે.

બેઇજિંગમા હમામાન વિભાગ વેધશાળાએ કહ્યું હતું કે બુધવારે સવારે 5 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી શહેરમાં સરેરાશ વરસાદ 2.7 મીમી હતો, જ્યારે શહેરી વિસ્તારમાં સરેરાશ વરસાદ 3.1 મીમી હતો. રાષ્ટ્રીય હવામાન કેન્દ્ર (એનએમસી)એ પણ કોલ્ડવેવ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આગાહી કરવામાં આવી છે કે ચીનના મોટાભાગના વિસ્તારોમાં શનિવાર સુધીમાં તાપમાનમાં 8થી 12 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.

ચીન વિશ્વ