China: ચીનનું મોટા પરમાણુ હથિયારોનું પરિક્ષણ કરવાની ખતરનાક ષડયંત્ર, સેટેલાઇટ ઈમેજમાં પોલ ખુલી

China Nuclear Test: ચીન ફરી એકવાર મોટા પરમાણુ હથિયારનું પરીક્ષણ કરી શકે છે. ચીને હજુ સુધી આ વાતનો સત્તાવાર ખુલાસો કર્યો નથી, પરંતુ જે સેટેલાઇટ ફોટા સામે આવ્યા છે તે સ્પષ્ટ કરે છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કંઇક ખતરનાક યોજના ઘડી રહ્યા છે.

China Nuclear Test: ચીન ફરી એકવાર મોટા પરમાણુ હથિયારનું પરીક્ષણ કરી શકે છે. ચીને હજુ સુધી આ વાતનો સત્તાવાર ખુલાસો કર્યો નથી, પરંતુ જે સેટેલાઇટ ફોટા સામે આવ્યા છે તે સ્પષ્ટ કરે છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કંઇક ખતરનાક યોજના ઘડી રહ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
China President Xi Jinping | Xi Jinping | China

ચીનના પ્રમુખ શી જિનપિંગ (File Photo)

China Nuclear Test : ચીન ફરી એકવાર મોટા પરમાણુ હથિયારનું પરીક્ષણ કરી શકે છે. ચીને હજુ સુધી આ વાતનો ખુલાસો કર્યો નથી, પરંતુ જે સેટેલાઇટ ફોટા સામે આવ્યા છે તે સ્પષ્ટ કરે છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ કંઇક ખતરનાક પ્લાનિંગ કરી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સે તેના એક અહેવાલમાં દાવો કર્યો છે કે ચીન ટૂંક સમયમાં ઉત્તર-પશ્ચિમના સ્વાયત્ત ક્ષેત્ર શિનજિયાંગમાં પરમાણુ પરીક્ષણ કરી શકે છે.

Advertisment

મીડિયા રિપોર્ટમાં ચોંકાવનાર ખુલાસો

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીનમાં લોપ નૂર નામની એક જગ્યા છે જ્યાં 1964માં પહેલું પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે વિસ્તારમાં ફરી કેટલીક એવી ગતિવિધિઓ જોવા મળી છે જેના કારણે આશંકા ઉભી થવા લાગી છે કે શી જિનપિંગ કોઈ મોટી વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. જે તસવીરો સામે આવી છે તેમાં ઘણી જગ્યાએ વર્ટિકલ ડ્રિલિંગ જોવા મળ્યું હતું, એટલે કે ઊંડા ખાડાઓ છે. માહિતી મળી રહી છે કે ચીન ગુપ્ત રીતે નવા પ્રકારના પરમાણુ હથિયારો તૈયાર કરવા માટે આવું કરી રહ્યું છે.

publive-image

(તસવીર ક્રેડિટ- ન્યૂયોર્ક ટાઈમ્સ)

ચીને શું કહ્યું?

અત્રે એ સમજવું જરૂરી છે કે ન્યૂયોર્ક ટાઈમ્સે તેના અહેવાલમાં રેની બાબિઆર્ઝ નામની વ્યક્તિએ આપેલી તસવીરોનો સમાવેશ કર્યો છે. રૈની પેન્ટાગોનની નેશનલ જીઓસ્પેશિયલ એન્ડ ઈન્ટેલિજન્સ એજન્સીના ભૂતપૂર્વ વિશ્લેષક છે. તેઓ આ વિભાગના નિષ્ણાત હોવાનું કહેવાય છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રૈનીએ પોતે ચીનથી આવેલી તસવીરોનો અભ્યાસ કર્યો છે અને તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે ચીન ન્યૂ જનરેશનના હથિયાર બનાવવાની કોશિશ કરી રહ્યું છે. અન્ય એક પરમાણુ નિષ્ણાતે પુષ્ટિ કરી છે કે ચીન પરમાણુ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો | સુએઝ કેનાલ કટોકટીથી વૈશ્વિક વેપાર પર ફરી સંકટના વાદળ, ભારતીય અર્થતંત્ર પર શું અસર થશે?

Advertisment

એ અલગ વાત છે કે ચીને ફરી એકવાર તે તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે ચીન પરમાણુ પરીક્ષણ પર જે પણ વૈશ્વિક પ્રતિબંધ છે તેનું સમર્થન કરે છે.

ચીન ગુજરાતી ન્યૂઝ વિશ્વ