Chinese Spy Balloon in US Airspace: અમેરિકાના આકાશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચીનનું એક સંદિગ્ધ સ્પાય બલૂન ઉડતું જોવા મળ્યું છે. પેંટાગનનો દાવો છે કે અમેરિકાના આકાશમાં ચીનનું સ્પાય બલુન જોવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બલુન અમેરિકાના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં ઉડતા જોવા મળ્યું છે.
સ્પાય બલુનને મારીને પાડી શકીએ નહીં
આ સંદિગ્ધ સ્પાય બલૂનમાં જાસુસી ઉપકરણ લાગ્યા હોવાની આશંકા છે. આવામાં અમેરિકી સરકારમાં હડકંપ મચી ગયો છે. આ વિશાળકાય બલુનને શૂટ ડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે શૂટ આઉટ પછી તેમાં રહેલા કાટમાળથી સુરક્ષા જોખમ જોતા સરકારે પીછે હઠ કરી હતી.
બલુનને મારીને પાડવાથી જમીન પર લોકોને ખતરો થઇ શકે છે
અમેરિકી સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે બલુનને મારીને પાડવાથી જમીન પર લોકોને ખતરો થઇ શકે છે. પેંટાગનના અધિકારીઓનું કહેવું છે કે આ એક સ્પાય બલુન છે તે વાતની પૃષ્ટી કરી શકતા નથી. રિપોર્ટમાં રક્ષાના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પેંટાગન એ વાતને લઇને ઘણું આશ્વત છે કે ચીનનું આ બલુન જાણકારીઓ મેળવવા માટે સંવેદનશીલ સ્થળોની ઉપર ઉડી રહ્યું હતું.
આ પણ વાંચો – કેનેડામાં ગૌરી શંકરના મંદિરને નુકસાન, દીવાલો પર લખાયા ભારત વિરોધી સૂત્રો
એક વરિષ્ઠ રક્ષા અધિકારીએ એપીને જણાવ્યું કે પેંટાગનને પુરો વિશ્વાસ છે કે ચીની ફુગ્ગો સૂચના મેળવવા માટે સંવેદનશીલ ક્ષેત્રમાંથી ઉડી રહ્યો હતો. સ્પાય બલુન મોંટાનામાં જોવા મળ્યું હતું, જે માલમસ્ટ્રોમ વાયુ સેના બેઝમાં દેશના ત્રણ પરમાણુ મિસાઇલ પ્રક્ષેપણ સુવિધાઓમાંથી એક છે. આ સ્પાય બલુન ઉડતું હતું ત્યાં સંવેદનશીલ એરબેસ અને સ્ટ્રેટેજિક મિસાઇલ છે.