ગરીબ દેશોને ક્લાઈમેટ ડિઝાસ્ટર એટલ કે પર વળતર મળી શકે છે. COP27 સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ શિખર સંમેલનમાં પહેલા દિવસે જ આ વિષય પર ચર્ચા થઇ હતી. આ બેઠકમાં ક્લાઇમેટ ડિઝાસ્ટરના કારણે મોટા પ્રમાણમાં નુકશાન સહન કરનાર ગરીબ દેશો અંગે વાત થઇ અને આ દેશોની ક્ષતિપૂર્તિ માટે એક વૈશ્વિક સ્તરની વ્યવસ્થા બનાવવા અંગે ચર્ચા કરવા પર સહમતી વ્યક્ત કરાઈ હતી. આ પહેલને ભારત દ્વારા પણ સમર્થન મળ્યું છે.
પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે, ” આ એક સાચી દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. હવે આ સુનિશ્ચિત કરવું જોઈએ કે ગરીબ અને સૌથી નબળાં દેશોની જરિયાતોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પારદર્શિતા સાથે આગળ વધારવું જોઈએ.
આ વખતે ઘણા દેશોએ અગાઉ ક્યારેય ન જોયેલી કુદરતી આપત્તિઓનો સામનો કર્યો છે, આ ઘટનાઓ બાદ નુકશાન અને વળતર અંગે ચર્ચા ઉદભવી હતી. આ વર્ષે યુરોપમાં છેલ્લા 500 વર્ષોમાં સૌથી ભયંકર દુષ્કાળ પડ્યો હતો. જો પાકિસ્તાનની વાત કરીએ તો અત્યાર સુધીનું સૌથી ભીષણ પૂર આવ્યું હતું, ઉપરાંત દુનિયાના ઘણા વિસ્તારોમાં ભયંકર ગરમી અને લૂ જેવી જળવાયુ પરિવર્તનની ઘટનાઓ જોવા મળી છે.
નુકશાન અને વળતરની માંગ ઘણી જૂની છે, પરંતુ તેને વિકસિત દેશોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2013માં આવા મુદ્દા પર ચર્ચા કરવા માટે વિકાસશીલ દેશો અને સંગઠનો દ્વારા ક્લાયમેટ સમિટે વર્સો ઇન્ટરનેશનલ મેકેનિઝમની સ્થાપના કરી હતી.પરંતુ તેની પ્રગતિ ખુબ જ ધીમી છે.
હવે આ સમિટમાં ઉઠેલા આ મુદ્દાએ સકારાત્મક માહોલ ઉભો કર્યો છે. પરંતુ, જળવાયુ આપદા માટે નાણાંકીય ભંડોળ ઉપલબ્ધ કરવા માટે વિકસિત દેશોનું સમર્થન એક મુશ્કેલ કામ છે. મુખ્ય અજેન્ડામાં સામેલ કરવાથી આ મુદ્દો સતત ચર્ચામાં રહેશે.
ઇજિપ્તના શર્મ અલ-શેખમાં COP27 સંયુક્ત રાષ્ટ્ર સંમેલન થઇ રહ્યું છે. ક્લાઈમેટ એક્શન ઇન્ટરનેશનલમાં વૈશ્વિક રાજકીય રણનીતિના પ્રમુખ હરજીત સિંહએ કહ્યું કે શર્મ અલ-શેખની બેઠકએ આ મુદ્દા પર વધુ માહિતી આપવી જોઈએ.
તેમને કહ્યું કે, ” COP27 એજેન્ડામાં કુદરતી આપત્તિઓથી થયેલા નુકશાન માટે વળતર સામેલ કરવાથી લોકો માટે તેમના ઘર, પાક,આવકના નુકશાન માટેની કાયદાકીય લડાઈને નવો રૂપ અપાયો. COP27 ને પૂર, દુષ્કાળ અને સુનામી, દરિયાની સપાટી આગળ વધી જેવા જળવાયુ સંકટની અસરોથી પ્રભાવિત લોકોનું પુનઃ સ્થાપન કરવામાં મદદ કરવા માટે એક નુકશાન અને વળતર આપવા હેતુ નાણાંકીય ભંડોળની સ્થાપના કરવા માટે સહમત થવું જોઈએ.”