/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/cyclone-1.jpg)
ગુજરાતના માંડવીમાં દરિયાનું રૌદ્ર સ્વરૂપ
ચક્રવાત બિપરજોય ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના દરિયા કિનારે આજ સાંજ સુધીમાં ટકરાશે. ગુજરાતના કચ્છ, દ્વારકા સહિત પાકિસ્તાનના કરાચી અને દરિયા કિનારાના વિસ્તારોમાં ભયંકર વંટોળ અને ભારે વરસાદ સાથે બિપરજોયે તબાહી મચાવાવનું શરૂ થઇ ગયુ છે. જો પાકિસ્તાનની વાત કરીયે તો હાલ ચક્રવાત બિપરજોય અંદાજીત સવાસો કિમી જેટલુ દૂર છે. ગુજરાતની જેમ પાકિસ્તાનમાં પણ દરિયા કાંઠાા વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
પાકિસ્તાનમાં 66,000 લોકોનું સ્થળાંતર
ગુજરાતની સાથે સાથે પાકિસ્તાન પણ ચક્રવાત બિપરજોયનો કહેર સહન કરી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 74000 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર ત્યાં 66,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
⛈️ Heavy rains & winds 💨 have started along with thunderstorms 🌩️ in parts of district Thatta as the Biparjoy (Very severe Cyclonic Storm)🌪️approaches 💨! #CycloneBiparjoyUpdate#thatta#CycloneBiporjoy@UNinPak@WFPPakistan@UNDP_Pakistan@UNICEF_Pakistan@CatherineWeibelpic.twitter.com/ypBnX4CNMA
— OCHA Pakistan (@OCHAPakistan) June 15, 2023
પાકિસ્તનના ક્યા વિસ્તારમાં સૌથી વધુ જોખમ
ચક્રવાત બિપરજોય 15 જૂને સાંજે ગુજરાતના જખૌ બંદર નજીક ટકરાશે તેવી આગાહી કરાઇ છે. ચક્રવાતના લીધે પાકિસ્તાનના હવામાન વિભાગે પણ દરિયા કિનારના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના ડોન ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર 14 થી 16 જૂન સુધી કરાચી, હૈદરાબાદ અને ટાંડો મોહમ્મદ ખાન, ટંડો અલ્લાહયાર, શહીદ બેનજીરાબાદ અને સંધર જિલ્લામાં 60થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની અને વંટોળની ચેતવણી આપવામાં આવી છે. કરાચી શહેરમાં પણ ભારે પવન અને વરસાદની ચેતવણી અપાઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us