અમેરિકા : ભારતીય મૂળના દંપતી અને 18 વર્ષની પુત્રીના મોતનો પર્દાફાશ, કરોડોનો બંગલો, અમીર પરિવાર... અત્યાર સુધી શું જાણી શકાયું

Death of Indian origin couple in America : 28 ડિસેમ્બર, 2023 ના રોજ, અમેરિકામાં ભારતીય મૂળના રાકેશ કમલ (57), તેમની પત્ની ટીના કમલ (54) અને તેમની કોલેજ જતી પુત્રી એરિયાના કમલ (18) ડોવર, મેસેચ્યુસેટ્સમાં યુએસ $ 5 મિલિયનની કિંમતના તેમના વૈભવી મકાનમાં મૃત મળી આવ્યા હતા

Death of Indian origin couple in America : 28 ડિસેમ્બર, 2023 ના રોજ, અમેરિકામાં ભારતીય મૂળના રાકેશ કમલ (57), તેમની પત્ની ટીના કમલ (54) અને તેમની કોલેજ જતી પુત્રી એરિયાના કમલ (18) ડોવર, મેસેચ્યુસેટ્સમાં યુએસ $ 5 મિલિયનની કિંમતના તેમના વૈભવી મકાનમાં મૃત મળી આવ્યા હતા

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Death of Indian origin couple

અમેરિકામાં ભારતીય મૂળના દંપત્તિના મોત મામલે ખૂલાસો

થોડા દિવસો પહેલા, અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં ભારતીય મૂળના દંપતી અને તેમની 18 વર્ષની પુત્રીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. દરેકના મનમાં પ્રશ્ન હતો કે, શું તેમની હત્યા થઈ છે? વાસ્તવમાં આ પરિવાર ખૂબ જ પૈસાદાર હતો, તેથી લોકોને શંકા હતી કે તેમની હત્યા કરવામાં આવી છે. જોકે, પોલીસે દંપતી અને તેમની પુત્રીના મૃત્યુ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. હવે આ મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં દંપતી અને તેમની પુત્રીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. આ પછી અધિકારીઓએ તેને હત્યા-આત્મહત્યા જાહેર કરી હતી.

Advertisment

હકીકતમાં, 28 ડિસેમ્બર, 2023 ના રોજ, રાકેશ કમલ (57), તેમની પત્ની ટીના કમલ (54) અને તેમની કોલેજ જતી પુત્રી એરિયાના કમલ (18) ડોવર, મેસેચ્યુસેટ્સમાં યુએસ $ 5 મિલિયનની કિંમતના તેમના વૈભવી મકાનમાં મૃત મળી આવ્યા હતા. રાકેશ કમલ પાસેથી એક બંદૂક મળી આવી હતી. નોર્ફોક ડિસ્ટ્રિક્ટ એટર્ની માઈકલ મોરિસીએ મંગળવારે આ કેસમાં એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે, ચીફ મેડિકલ એક્ઝામિનર દ્વારા સબમિટ કરાયેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પુષ્ટિ કરે છે કે, ટીના અને તેની પુત્રી એરિયાનાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

રાકેશે પોતાને ગોળી મારી

રાકેશે કદાચ "પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી". જોકે, આ કેસમાં અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આગામી સપ્તાહમાં સામે આવશે. રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, બંદૂકની ફોરેન્સિક અને બેલેસ્ટિક તપાસ હજુ સુધી કરવામાં આવી નથી. રિલીઝમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, બંદૂક રાકેશના નામે નોંધાયેલ નથી અને "તેની પાસે તેને રાખવાનું લાઇસન્સ પણ નથી".

આ પણ વાંચો - Incredible Event : ‘રામ રાખે તેને કોણ ચાખે’ : મોતને સ્પર્શી પાછો આવ્યો આ વ્યક્તિ! સતત બે વાર વીજળી પડી છતાં જીવ બચ્યો, જુઓ VIDEO

Advertisment

મેસેચ્યુસેટ્સ સ્ટેટ પોલીસ બંદૂક ક્યાંથી આવી તેની તપાસ કરી રહી છે. આ સંદર્ભે માહિતી એકત્ર કરવામાં મદદ માટે બ્યુરો ઑફ આલ્કોહોલ, ટોબેકો, આર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવનો સંપર્ક કરવામાં આવ્યો છે. ડોવર અને મેસેચ્યુસેટ્સ સ્ટેટ પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે, મોરિસીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં આ ઘટના ઘરેલું હિંસાનો મામલો હતો. અત્યાર સુધીની તપાસમાં આ ઘટનામાં બહારના લોકોની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમેરિકા ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ વિશ્વ