Rajnath sinh Britain visit : રક્ષા મંત્રી રાજનાથ સિંહે લંડનમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. બ્રિટનની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઘણા પ્રયાસો કર્યા. રાજનાથ સિંહે ખુલાસો કર્યો કે પીએમ મોદીના પ્રયાસોને કારણે રશિયા-યુક્રેન યુદ્ધ ચારથી પાંચ કલાક માટે રોકી દેવામાં આવ્યું હતું. લંડનમાં ઈન્ડિયા હાઉસ ખાતે એક સામુદાયિક સ્વાગત સમારોહમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે ચીનને ભારતનો હરીફ માનવામાં આવે છે, પરંતુ અમે ચીનને અમારો હરીફ નથી માનતા, અમે કોઈને અમારો હરીફ માનતા નથી.”
રાજનાથ સિંહે કહ્યું કે 2020માં ભારત અને ચીન વચ્ચે સામ-સામે ટક્કર થઈ હતી અને આપણા સુરક્ષા દળોએ બતાવેલી બહાદુરી જ કદાચ ભારત પ્રત્યે ચીનનું વલણ બદલાઈ ગયું છે. તેઓ સમજી ગયા છે કે ભારત હવે નબળું નથી. “અગાઉ અમે સંરક્ષણ સાધનોના સૌથી મોટા આયાતકાર હતા, પરંતુ હવે જ્યારે સંરક્ષણ સામાનની નિકાસની વાત આવે છે ત્યારે અમે ટોચના 25 દેશોમાં છીએ.”
=રાજનાથ ઋષિ સુનકને મળ્યા
રાજનાથ સિંહે અહીં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરી અને વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ બેઠકમાં સંરક્ષણ, વેપાર અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 22 વર્ષ બાદ કોઈ રક્ષા મંત્રી બ્રિટનની મુલાકાતે આવ્યા છે.
=રાજનાથ સિંહે તેમની મુલાકાત દરમિયાન કહ્યું કે ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સના એક લેખકે પણ ભારત વિશે એક લેખ લખ્યો છે. તેમણે કહ્યું કે અમે કોઈને પણ પોતાનો દુશ્મન નથી માનતા પરંતુ દુનિયા જાણે છે કે ભારત અને ચીનના સંબંધો સારા નથી. અમે દરેક સાથે અમારા સંબંધો સુધારવા માંગીએ છીએ.