/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/Donald-Trump-1.jpg)
અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કોર્ટ કાર્યવાહી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મેનહટ્ટન કોર્ટમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષ 2016 ની ચૂંટણી પહેલા એડલ્ડ ફિલ્મોની અભિનેત્રીને ચૂપ કરાવવા રૂપિયા આપવાના કિસ્સામાં કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવે એ પહેલા મેનહટ્ટન જિલ્લા એટોર્નીના કાર્યાલયમાં મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પની આત્મ સમર્પણ બાદ અટક કરવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સુનાવણી અંગે મેનહટ્ટન કોર્ટમાં આવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા એ પહેલેથી જ અહીં સુરક્ષા સઘન કરી દેવામાં આવી હતી. ટ્રમ્પ આઠ કારના રસાલા સાથે અહીં કોર્ટમાં આવ્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર એક આરોપીની જેમ ટ્રમ્પની આંગળીઓના નિશાન પણ પોલીસ લઇ શકે છે અને અન્ય કાયદાકીય પ્રક્રિયાઓનું પણ પાલન કરવામાં આવી શકે છે.
Former US President Donald Trump arrived at a Manhattan courthouse to be formally charged in a watershed moment as his supporters and detractors noisily rallied outside: Reuters
(Pic: Reuters) pic.twitter.com/NnCanAIPD7— ANI (@ANI) April 4, 2023
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ છે કે જેઓ કોઇ ગુના અંગે કોર્ટ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. તેમણે ન્યાયાધીશ જુઆન મર્ચેન સામે આત્મસમર્પણ કર્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ સામે શું છે આરોપ?
અમેરિકી પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ સામે આરોપ છે કે તેમણે વર્ષ 2016 માં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પોર્ન ફિલ્મ અભિનેત્રી સ્ટોમી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે કથિત 1.30 લાખ ડોલર આપ્યા હતા. ટ્રમ્પે આ રકમ પોતાના વકીલ માઇકલ કોહેન મારફતે આપ્યા હતા. કહેવાય છે કે ટ્રમ્પે 2006 માં તેણી સાથે સંબંધ બનાવ્યો હતો અને એને પોતાનું મોં બંધ રાખવા માટે આ રકમ આપવામાં આવી હતી. જોકે અહીં ખાસ વાત એ છે કે આવું કરવું અહીં ગેરકાનૂની નથી પરંતુ સમસ્યા એ છે કે અપાયેલી આ રકમને કંપનીના રેકોર્ડમાં કાનૂની ફી તરીકે નોંધવામાં આવી છે. જે કંપની સાથે છેતરપિંડી સમાન છે.
શું સજા થઇ શકે?
અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોર્ન અભિનેત્રીને ચૂપ રહેવા માટે અપાયેલી રકમનો મામલો ગંભીર નથી પરંતુ એ રકમને કંપનીના રેકોર્ડમાં કાનૂની ફી તરીકે બતાવી કંપની સાથે છેતરપિંડી કરવાનો મામલો પેચીદો અને ગંભીર માનવામાં આવે છે. આવા ગુનાને અહીં ગંભીર અપરાધની શ્રેણીમાં ગણવામાં આવે છે અને આ ગુનામાં એક કે વધુ વર્ષની સજાની જોગવાઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us